GujaratJunagadhSaurashtra

વેરાવળ – જૂનાગઢ હાઇવે પર કાર ચાલકે કાબૂ ગુમાવતા સામે આવતી રિક્ષાને ઉડાવી દીધી, રિક્ષામાં હતા 4 લોકો

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વેરાવળથી સામે આવ્યો છે. વેરાવળ-જૂનાગઢ હાઈવે પર એક કાર રિક્ષા સાથે ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ગીર સોમનાથના વેરાવળ – જૂનાગઢ હાઈવે પર શિક્ષક કોલોની પાસે એક કાર રીક્ષાથી ટકરાતા ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ભયંકર અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ચાર જેટલા લોકોને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્યારે અક્સ્માત સર્જાતાં રસ્તા પરથી પસાર થનાર લોકો તેમજ લોકોની મદદે દોડી આવ્યા હતા. તેમના દ્વારા ઈજાગ્રસ્તોને રિક્ષામાંથી બહાર કાઢીને સારવાર અર્થે 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જાતા સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. તેમાં જોવા મળી રહ્યું છે કે, કાર જ્યારે જઈ રહી તે સમયે તેની આગળ એક બાઈક જઈ રહ્યું હતું. બાઈકનો ઓવરટેક કરતા કારચાલક દ્વારા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેવામાં આવ્યો હતો. તેના લીધે ભયંકર અકસ્માત સર્જાયો હતો. કારચાલક દ્વારા સ્ટીયરીંગ ગુમાવી દેતા કાર રોંગ સાઈડ પર ચાલી ગઈ અને તે રિક્ષાથી ટકરાઈ ગઈ હતી. તેના લીધે રિક્ષામાં બેઠલ ડ્રાઈવર સહિત તમામ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા અને તેમના દ્વારા ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા.

જ્યારે આ અકસ્માતમાં રિક્ષા ચાલક લાલાભાઈ દિનેશભાઈ પરમાર અને પેસેન્જરો ગણેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, કૈલાશગીરી અઘોર અને એક મહિલાને હાથ પગમાં ઈજા પહોંચી હતી. ઈમરજન્સી 108 ને જાણ કરીને સ્થાનિક લોકો દ્વારા આ તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ વેરાવળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ તેમને વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરાયા છે. તેની સાથે કાર ચાલક અકસ્માત સર્જીને નાશી ગયો હતો. આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાણકારી મુજબ, રિક્ષામાં પાછળ બેઠેલા અન્ય પેસેન્જરોનો બચાવ થયો છે. રિક્ષામાં સાથી આઠ લોકો બેઠેલા હતા. અકસ્માતને લીધે રિક્ષા અને કારને ભારે નુકસાન થયું છે.