Gujarat

ગઢડા: ઓનલાઇન શિક્ષણના નામે શિક્ષકે કરી એવી કરતૂત કે….

એક શિક્ષકનું સમાજના અને દેશના ભાવિનો પાયો મજબૂત કરવામાં ખૂબ મહત્વનું યોગદાન રહેલું હોય છે. જોકે ગઢડામાં શિક્ષણ જગતનેલાંછન લગાડતી ઘટના સામે આવી છે. ગઢડાના પ્રાથમિક શાળાના એક શિક્ષકે ઓનલાઈન શિક્ષણનો દુરુપયોગ કરીને કુમળી વયની વિદ્યાર્થીનીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. અને ત્યારબાદ વિદ્યાર્થીની સાથે આ શિક્ષકે શારીરિક અડપલા કર્યા હતા. ત્યારે આ મામલે પોલીસે આ નરાધમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગઢડા તાલુકામાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષકે તેની જ શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવીને તેને શિક્ષણના પાઠ શીખવવાના બદલે પ્રેમના પાઠ ભણાવ્યા હતા. આ નરાધમ શિક્ષકનું નામ શબીરભાઈ અહેમદભાઈ બોળાતર (ઉ. 35) હોવાનું માલુમ પડ્યું છે. શિક્ષકે આ વિદ્યાર્થીનીને ઓનલાઈન શિક્ષણના નામે મેસેજ કરતો હતો. તેમજ વિદ્યાર્થીનીને અનેક વખત વિડીયો કોલ પણ કરતો હતો.

ત્યારબાદ આ નરાધમે વિદ્યાર્થીનીને ગીફ્ટ મોકલતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વિદ્યાર્થીનીના પરિવારને આ મામલાની જાણ થતા જ પરિવારે તુરંત પોલીસ ફરીયાદ કરી છે. ત્યારે ગઢડા પોલીસે પોસકો હેઠળ ગુનો નોંધીને શિક્ષક શબ્બીરની ધરપકડ કરી લીધી છે.સમગ્ર મામલે પી.એસ.આઈ. આર.બી. કરમટીયા તેમજ પોલીસ સ્ટાફે વધુ તપાસ હાથ કરીને ગઢડા શહેરમાં વસવાટ કરતા શિક્ષક શબ્બીર અહેમદભાઈ બોળાતર (ઉં.વ. 35)ની પોલીસે ધરપકડ કરી લીધી છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.