);});
GujaratIndiaNews

ગઢડાના સોહલા ગામમાં આવેલ ચૈતન્ય હનુમાન આશ્રમના મહંતની લાશ મળી આવતા ચકચાર, જાણો આ સમગ્ર મામલો,

આજકાલ દિવસે-દિવસે હત્યાના કેસ વધી રહ્યા છે,આવી જ ઘટના ગઈ કાલે ગઢડા તાલુકાના સોહલા ગામે બની છે,તો ચાલો વિગતે જાણીએ.ગઢડા તાલુકાના સોહલા ગામે ચૈતન્ય હનુમાન આશ્રમના મહંતની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.આશ્રમના આ મહંતનું નામ મહંત રામદાસ મોહનદાસ છે,જેઓ છેલ્લા 5 દિવસથી ગુમ હતા.

પરિવારના લોકોએ તેમના ગુમ થયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી,ત્યારબાદ તપાસ હાથ ધરાઇ અને ગઈ કાલે એટ્લે કે ગુરુવારે તેમનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.તેમનો મૃતદેહ આશ્રમના કૂવામાંથી મળી આવ્યો હતો.મૃતદેહને પોસ્ટમર્ટમ અર્થે ગઢડા હોસ્પિટલ લાવવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતા બોટાદ પોલીસે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મહંતની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.મહંતના પરિવારના લોકો ચિંતિત થતા પોલીસ સ્ટેશન જાણ કરી અને ફરિયાદ નોંધાવી