GujaratIndiaNewsSurat

ગઈ કાલે રાત્રે બસમાં લાગેલ આગની ઝડપ ગણતરીની મિનિટોમાં કેમ ફેલાઈ ગઈ હતી,હાજર લોકોએ દુઃખ સાથે જણાવ્યું કે,

મંગળવારે એટ્લે કે ગઈ કાલે મોડી રાત્રે સુરતના વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી હતી.હીરાબાગ સર્કલ પાસે ખાનગી લક્ઝરી બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.આગ ભયાનક હોવાના કારણે બસમાં સવાર બે મુસાફરનું મોત થયું છે.જ્યારે કેટલાક મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે.

આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગની મહેનતને કારણે થોડા સમયમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી.પ્રાથમિક તપાસમાં AC નું કમ્પ્રેસર બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે.બસમાં વિકરાળ આગ ફાટી નીકળતા આસપાસના લોકોએ મુસાફરોને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા.

બસમાં આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો.બસમાં 1 x 2 ની સ્લિપિંગ એસીની વ્યવસ્થા હતી.બસમાં જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા,જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા.બસમાં એકાએક આગ લાગતા ઉપરના ભાગે બેઠેલ મહિલાને બસમાંથી ઊતરવાનો સમય જ મળ્યો ન હતો અને જોતજોતામાં જ જીવતી સળગી ગઈ.

અહીં ઉલ્લેખનીય છે કે બસમાં મોબાઇલ ચાર્જિંગ માટેના પણ યુનિટ્સ આપેલા હતા.હાજર લોકો મુજબ શક્યતા સેવાઈ રહી છે કે એને કારણે પહેલા શોર્ટસર્કિટ થયું હશે અને પછી બસમાં ભયંકર આગ લાગી હતી.તમને જણાવી દઈએ કે હાજર લોકોના માટે અનુસાર આગ લાગ્યા બાદ બસના નીચેના ભાગે ટેમ્પરેચર વધ્યું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું.

આ સમગ્ર ઘટનામાં બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીને કારણે આગ વધુ વિકરાળ બની હતી અને ઝડપથી ગણતરીની મિનિટોમાં આગ આખી બસને ભળખી ગઈ હતી.