Ajab Gajab

ગળે લાગવાથી ફક્ત પ્રેમ વધે એવું નથી, એકબીજાને ભેટવાથી થઈ શકે છે આટલા ફાયદા, કદાચ તમને ખબર પણ નહીં હોય !

વેલેન્ટાઇન્સ ડે ૧૪ ફેબ્રુઆરીએ દુનિયાના ઘણા લોકો દ્વારા ઉજવવામાં આવે છે.વેલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રેમીઓ એકબીજાને વેલેન્ટાઇન્સ કાર્ડ્ઝ, ગુલાબ આપે તેમજ મીઠાઇની આપ-લે કરીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે.આ દિવસ પ્રેમીઓ માટે ખૂબ જ ખુશીનો દિવસ હોય છે.

આ ફેબ્રુઆરી મહિનામાં એક અઠવાડિયું પ્રેમને વ્યક્ત કરવાના દિવસો હોય છે,જ્યારે આજે એટ્લે કે ૧૨ ફેબ્રુઆરીના દિવસે હગ ડે ઉજવવામાં આવે છે.આજે પ્રેમી-પ્રેમિકા,પતિ-પત્ની,તેઓ આજના દિવસે પોતાના પ્રેમીને ગળે લગાવે છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.હગ મતલબ કે ગળે ભેટવાથી ફક્ત પ્રેમ જ વ્યક્ત નથી થતો પરંતુ વિજ્ઞાનની ભાષામાં હગ કરવાથી અનેક ફાયદા થાય છે.

વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે,જ્યારે કોઈ વ્યક્તિ ગળે મળે છે ત્યારે શરીર પર ખૂબ સકારાત્મક અસર થાય છે.નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જો તમને કહેવામાં આવે તો ગળે લાગવાથી તણાવ ઓછો થાય છે,મગજ પરનો બોજ ઓછો થાય છે.

જો તમે હંમેશા ખુશ રહેવા માંગતા હોવ તો તમારે દિવસમાં ઓછામાં ઓછા ૪ વખત કોઈને ગળે મળવું જોઈએ.બીજું કે ગળે મળવાથી હ્રદયની તંદુરસ્તી પણ સુધારી શકાય છે.