GandhinagarMadhya GujaratNorth Gujarat
Trending

ઊંઝા દર્શન કરીને પરત આવતી વખતે ગમખ્વાર અકસ્માતમાં આ મોટા બિઝનેસમેનનું મોત,

હાલ ઊંઝામાં લક્ષચંડી યજ્ઞનું વિશાલ આયોજન થયું છે ત્યાં ગુજરાતભરમાંથી લાખો લોકો દર્શન કરવા પહોંચી રહયા છે.ઊંઝા જતા રસ્તા પર ભારે ટ્રાફિકજામના દર્શ્યો પણ સર્જાયા છે અને કલાકો સુધી વાહનો અટવાયેલા રહે છે ત્યારે ઊંઝાથી દર્શન કરીને પરત ફરતી વખતે ગાંધીનગરના બિઝનેસમેનની કારણે અકસ્માત નડતા તેમનું મોત થયું છે. ગાંધીનગરમાં વૃંદાવન સ્વીટ્સના પરિવારને આ અકસ્માત નડ્યો છે.કિર્તીભાઈનું રાંધેજા ચોકડી પાસે અકસ્માતમાં મોત થયું છે.અક્સમાતમાં કારમાં સવાર તેમના પત્ની અને ભત્રીજાને ગંભીર ઈજાઓ થઈ હોવાથી હાલ તેમને અમદાવાદ સાલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

વિગતો મુજબ તેઓ ઊંઝાથી દર્શન કરીને પરત આવતા હતા ત્યારે વહેલી સવારે સામેથી આવતા વાહનની લાઇટથી આંખ અંજાઈ જતા કાર ઝાડ સાથે અથડાઈ હતી.કિર્તીકુમાર સુખડીયા તેમના પત્ની ભાવનાબેન,ભત્રીજો ચેતનભાઈ,પત્ની નિકિતાબેન દીકરી જીયા સાથે શુક્રવારે ઊંઝા ઉમિયા માતાના દર્શને ગયા હતા. શનિવારે વહેલી સવારે તેઓ ગાંધીનગર આવતા હતા. મળતી માહિતી મુજબ કાર ચેતનભાઈ ચલાવતા હતા અને કિર્તીભાઈ બાજુની સીટ પર બેઠા હતા.જો કે વહેલી સવારે વાહનની લાઇટથી આંખ અંજાઈ જતા વાહન પરનો કાબુ ગુમાવી રાંધેજા ચોકડી પાસે કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી.

કિર્તીભાઈ,ભાવનાબેન અને ભત્રીજા ચેતનભાઈ ગંભીર ઈજાઓ થઇ હતી જયારે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થઇ હતી.ગંભીર હાલતમાં ઇજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા હતા જો કે ત્યાં ડોક્ટરોએ કીર્તિભાઇ ને મૃત જાહેર કર્યા હતા.કાર ચલાવતા ચેતનભાઈને ઈજાઓ પહોંચી છે જ્યારે ભાવનાબેનને માથાના ભાગે ઈજાઓ થઈ છે.

અકસ્માત એટલો ગંભીર હતો કે આગળની બંને એરબેગ ખુલી ગઈ હતી. એરબેગને કારણે કિર્તીભાઈને માથા પર ઈજાઓ ગંભીર નહોતી પણ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારણો આગળનો ભાગ ડૂચો વળી ગયો હતો.કીર્તીકુમાર સુખડીયા ગાંધીનગરમાં બિઝનેસમેન લોબીમાં સારા જાણીતા હતા. તેમના મોતના સમાચાર સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતા.