Ajab GajabGujaratIndiaStory

ગરીબ ઘરના દીકરાએ ક્લાસ-2 અધિકારી બની પરિવારનું નામ રોશન કર્યું, પિતા બાજરીના રોટલા વેચતા હતા…

નમસ્કાર મિત્રો,કહેવાય છે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી,આ વાત ભુજના 25 વર્ષીય વિવેકે સાચા અર્થમાં સાબિત કરી બતાવી છે.તેમનો પરિવાર મૂળ રાજસ્થાનનો છે પરંતુ વર્ષોથી ભુજના હોસ્પિટલ રોડ પાસે આવેલી રામક્રૃષ્ણ કોલોનીમાં રહે છે.25 વર્ષીય વિવેકના પિતા

જેમનું નામ નિતિનભાઈ યાદવ છે,જેઓ ભુજ શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે બાજરીના રોટલા અને મગનું શાક વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે.વાત કરીએ તો,વિવેકે GPSCની પરીક્ષા આપી 206 મો ક્રમ મેળવ્યો છે.વિવેકે ભુજ ઇંગ્લીશ સ્કુલમાં ધોરણ 1 થી 11 સુધી અભ્યાસ કર્યો જ્યારે 12 મું ધોરણ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી એક્સર્ટનલ કર્યું હતું.

2017 માં તેમણે BA પૂર્ણ કર્યું હતું.ત્યારબાદ 2-3 મહિના મેડીકલમાં હેલ્પર તરીકે, સરકારી કચેરીમાં કલાર્ક તરીકે તો એક વર્ષ મિલિટરી એન્જિનિયર સર્વિસમાં કોન્ટ્રાકટ પર કલાર્ક તરીકે નોકરી કરી પરિવારમાં મદદરૂપ થતો હતો.પરંતુ વિવેકને સરકારી નોકરી કરવી હતી,તેઓ તનતોડ મહેનત કરતા રહ્યા અંતે તેઓ તેમના મુકામ સુધી પહોંચવા સફળ રહ્યા.

વિવેક સ્ટેટ ટેક્સ ઓફિસર બનતા જ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.પિતાની મહેનત અને મોટા ભાઇની મદદથી વિવેક આજે ક્લાસ-2 અધિકારી બન્યો છે.