health

ગરીબોની બદામ કહેવાતી આ વસ્તુ દરેકે ખાવી જોઈએ, વર્ષો સુધી હાડકા મજબૂત રહે છે,

નમસ્કાર મિત્રો, કેલ્શિયમ,પ્રોટીન,ફાઈબર અને ઘણા બધા વિટામિનથી ભરેલ આ વસ્તુ જેને ગરીબોની બદામ પણ કહેવાય છે.કારણ કે આ વસ્તુ ખાવાથી શરીરમાં સાંધાને લગતી કોઈ પણ તકલીફ દૂર થાય છે,વર્ષો સુધી હાડકા મજબૂત રહે છે.હા મિત્રો,રોજની ૩૦ ગ્રામ જેટલી આ વસ્તુ ખાવાની છે,આનાથી સૌથી મોટો ફાયદો એ છે કે લોહી વધે,જેનું હિમોગ્લોબિન ઓછું થયું હોય તેનું લોહી વધે છે.

આ વસ્તુ ચણા છે.ચણા એ વીર્ય વર્ધક છે મતલબ કે જે પુરુષના જે સ્પમ કાઉન્ટ છે તે વધારવામાં મદદરૂપ છે,રક્તપિત્તની તકલીફ દૂર કરે છે, આ ઉપરાંત જે લોકોના વાળ ખરતા હોય તેમના માટે પણ ચણા ખૂબ જ ઉપયોગી છે,જે લોકોને માથાનો દુખાવો રહેતો હોય તેને મટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી છે.

બીજું કે જે વ્યક્તિના શરીરમાં નબળાઈ આવી ગઈ,સ્ત્રીઓના પગમાં નબળાઈ જોવા મળે તો એમના માટે ચણા વરદાન સ્વરૂપ છે.જે લોકોનો વજન વધારે છે એમણે ઓછી માત્રામાં ચણા ખાવા જોઈએ,અંદાજે તેઓએ રોજના ૧૫ ગ્રામ જેટલા ખાવા.આ સિવાયના લોકોએ સૌથી પહેલા ૩૦ ગ્રામ જેટલા ચણા લેવા,ત્યારબાદ આ ચણાને પ્રેસર કુકરમાં ઉમેરવા,ત્યારબાદ તેની અંદર ૧ લિટર જેટલું પાણી ઉમેરવું,ત્યાબાદ કુકર બંધ કરી વ્યવસ્થિત બફાવા દો.

થોડાક સમય બાદ તેની અંદરથી પાણી કાઢી દો,અને થોડાક ઠંડા થવા દો,ત્યારબાદ ધીમે ધીમે ચાવીને ખાઇ જાઓ. ત્યારબાદ કલાક સુધી પાણી કે કોઈ અન્ય વસ્તુ ખાવાની નથી.ભૂખ્યા પેટે આ બાફેલા ચણા ખાવા છે.ચણા ખાવાથી અઢળક ફાયદા થાય છે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.