સોમવારથી શરૂ થયેલ સપ્તાહમાં ભારતીય શેરબજારમાં જબરદસ્ત મંદીનું વાતાવરણ જોવા મળ્યું છે.ઘણી મોટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.બીજી તરફ રિલાયન્સના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.શેરબજારમાં પલટો આવતાની સાથે જ મુકેશ અંબાણીની કમાણીમાં અચાનક મોટો ઘટાડો થયો છે.
મંગળવાર,૨૫ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ ગૌતમ અદાણીએ કમાણી અંગે તેમને પાછળ છોડી દીધા છે.આ સાથે મુકેશ અંબાણીએ ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ પણ ગુમાવ્યો છે.હવે ગૌતમ અદાણી એશિયા અને ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
ફોર્બ્સના રીઅલ-ટાઇમ નેટવર્થ ડેટા અનુસાર,ગૌતમ અદાણીની સંપત્તિ ૯૦ આરબ ડોલર (રૂ. ૬.૭૨ લાખ કરોડ) છે,જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હાલમાં ૮૯.૮ અરબ ડોલર (રૂ. ૬.૭૧ લાખ કરોડ) છે. તાજેતરની સ્થિતિ અનુસાર,ગોતમ અદાણી કમાણીમાં વિશ્વના ૧૧ મા વ્યક્તિ બની ગયા છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર છેલ્લા બે દિવસમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ૧૫૫ રૂપિયાનો ઘટાડો થયો છે.મંગળવારે સાંજ સુધીમાં રિલાયન્સના શેરમાં ૨.૨૯ ટકાનો ઘટાડો થયો છે.