);});
India

બાળકો અને પતિને ખુશી ખુશી તૈયાર કરી મોકલ્યા ઘરની બહાર પછી કરી લીધી આત્મહત્યા

મધ્યપ્રદેશના જબલપુરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ પણ ખુબ નવાઈમાં ડૂબી ગઈ છે. વાત એમ છે કે અહીંયા એક નાનકડા પરિવારના જેમાં પતિ પત્ની અને સાથે બે બાળકો ખુબ ખુશહાલ જીવન વિતાવી રહ્યા હતા પણ પછી અચાનક જ પત્ની ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લે છે. મહિલા પ્રોફેશનથી ડોક્ટર છે. પતિ પણ તેને ખુબ પ્રેમ કરે છે પણ અચાનક મહિલાએ આત્મહત્યા કરી લીધી. એવામાં આ બાબત હવે ખુબ મુશ્કેલ બની છે અને પોલીસ પણ અસમંજસમાં છે અને તેઓ સતત કોઈ પ્રુફ શોધવા લાગી પડી છે.

તમને જણાવી દઈએ કે, જબલપુરના માધોતલ પોલીસ સ્ટેશન વિસ્તારના પોશ ગ્રીન સિટી કોલોની વિસ્તારમાં 32 વર્ષથી ડોક્ટર કીર્તિ જૈન પોતાના પરિવાર સાથે ખુશીથી જીવી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, ડોક્ટર કીર્તિ કામોરી સ્થિત સરકારી હોમિયોપેથિક હોસ્પિટલમાં કામ કરતા હતા. સાથે જ તેના પતિ સ્વપ્નિલ જૈન પણ વ્યવસાયે ડોક્ટર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે કીર્તિનો પતિ બહાર જઈ રહ્યો હતો ત્યારે તેણે હસીને વિદાય કરી અને અંદર જઈને આત્મહત્યા કરી લીધી.

માધોતાલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રીના પાંડેના જણાવ્યા અનુસાર, ડૉ. કીર્તિ ભોપાલની રહેવાસી છે. 7 વર્ષ પહેલા તેના લગ્ન કટંગીના રહેવાસી ડો.સ્વપ્નીલ જૈન સાથે થયા હતા. પતિ-પત્ની બંને સુખી જીવન જીવી રહ્યા હતા. તેમને એક પુત્ર અને પુત્રીનો પણ જન્મ થયો. સોમવારે સવારે કીર્તિનો પતિ સ્વપ્નિલ કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેના ગામ કટાંગી જવાનો હતો. આવી સ્થિતિમાં કીર્તિએ તેના બંને બાળકોને પણ પિતાની સાથે કાર્યક્રમમાં આવવા કહ્યું.

આ પછી કીર્તિએ પોતાના પતિ સ્વપ્નિલ અને બંને બાળકોને ખુશી ખુશી ગાડીમાં બેસાડ્યા અને તેમને વિદાઈ આપી. આટલું જ નહિ પણ ગાડીમાં બેસાડતા પહેલા તેણે બાળકોને લાડ પણ કર્યું અને પછી પતિને સ્માઈલ આપી અને અંદર ચાલી ગઈ. બીજી બાજુ પતિ અને બાળકો કાર્યક્રમમાં સામેલ થવા માટે કટંગી પહોંચે છે.

કટંગી પહોંચતા જ સ્વપ્નીલે તેની પત્ની કીર્તિને ફોન કર્યો. પરંતુ કોઈએ ફોનનો જવાબ આપ્યો ન હતો. આવી સ્થિતિમાં, સ્વપ્નીલે ફરી પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેણે ઘણી વાર પ્રયાસ કર્યો, ત્યારે તેણે શિવનગરમાં રહેતા તેના પિતરાઈ ભાઈ મયંક જૈનના ઘરે ફોન કર્યો. અને કીર્તિને જોવા તેના ઘરે મોકલ્યો. જ્યારે મયંક કીર્તિના ઘરે પહોંચ્યો ત્યારે અંદર જોઈને તે દંગ રહી ગયો, કારણ કે તે પોતાની આંખોથી જોઈ રહ્યો હતો કે કીર્તિ તેના બેડરૂમમાં લટકતી હતી. મયંકે ઉતાવળે સ્વપ્નિલને કહ્યું અને તે જલ્દી ઘરે આવી ગયો.

પોલીસમાં જાણ થાય છે કે કીર્તિનું જીવન બહુ સારું હતું. પતિ પણ તેને ખુબ પ્રેમ કરતો હતો. એવામાં આ કિસ્સો આખો ઉલજી ગયો છે. પોલીસને પણ સમજમાં નથી આવી રહ્યું કે આખરે તેણે આત્મહત્યા કેમ કરી? હમણાં તો પોલીસના પ્રયત્ન ચાલુ છે કે કશુંક મળી જાય જેથી આ કેસ આગળ વધી શકે.