રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના રેલમગરા વિસ્તારમાં રહેતા એક પરિવાર પર દુ:ખનો આભ તૂટી પડ્યો છે.આ ઘરમાં હમણા તો ખુશીનો માહોલ હતો કે હવે શોકના આક્રંદ સંભળાય છે.માત્ર 9 દિવસ પહેલા એક બાળકીનો જન્મ થયો હતો અને એક રોડ અકસ્માતમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા.દુઃખની વાત તો એ છે કે પિતાએ દીકરીનો ચહેરો પણ જોયો ન હતો.
હકીકતમાં અમરપુરાના રહેવાસી દેવીલાલ ગાડરી પોતાના પિતા પ્રતાપ ગાડરીની સારવાર કરાવીને જયપુરથી પરત ફરી રહ્યા હતા.તેમની સાથે તેમની માતા સોહની અને એક સંબંધી પણ હતા.દરમિયાન મંગળવારે મધરાત બાદ ભીલવાડા જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમની કારને ટક્કર મારી હતી.જેમાં માતા-પિતા,પુત્ર અને એક સંબંધી સહિત ચાર લોકોના મોત થયા હતા.
સમાચાર મળતા જ મૃતકના ઘરે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તે જ સમયે,મૃતકના પરિવારની હાલત કફોડી હતી.ઘરે આવતી વખતે એવો ભયંકર અકસ્માત થયો કે દાદા-દાદી અને પિતા મૃત્યુ પામ્યા.
જણાવી દઈએ કે ગુરુવારે પરિવારના ત્રણ સભ્યોની એકસાથે અર્થી કાઢવામાં આવી હતી.આ દરમિયાન આખું ગામ ગમગીન બની ગયું હતું.તે જ સમયે પરિવારના મોટા પુત્ર કિશનલાલે માતા-પિતા અને નાના ભાઈને અગ્નિદાહ આપ્યો હતો.