IndiaNews

ઘાસચારા કૌભાંડ કેસમાં બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ દોષિત જાહેર કરાયા,જાણો હવે ક્યારે થશે સજાનું એલાન,

રાંચીની CBI કોર્ટે ઘાસચારા કૌભાંડ કેસમાં પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.આ મામલો ડોરંડા ટ્રેઝરીમાંથી ૧૩૯ કરોડ રૂપિયા ઉપાડવા સાથે સંબંધિત છે.આ ઘાસચારા કૌભાંડનો મામલો વર્ષ ૧૯૯૦-૧૯૯૫ નો છે.ડોરંડા સાથે જોડાયેલ આ કેસની શરૂઆતમાં ૧૭૦ આરોપી હતા,તેમાંથી ૫૫ આરોપીઓના મોત થયા છે.

કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સહિત તમામ ૯૯ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું.આ આરોપીઓને શું સજા કરવી એની જાહેરાત બાકી છે.આ કેસમાં કોર્ટે ૨૪ લોકોને નિર્દોષ જાહેર કર્યા છે,જ્યારે લાલુ પ્રસાદ સહિત ૭૫ આરોપીઓને દોષિત જાહેર કરાયા છે.આ પહેલા લાલુ પ્રસાદને ઘાસચારા કૌભાંડ સંબંધિત ચાર કેસમાં સજા થઈ હતી.

આ સિવાય તેમણે લાખો રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો હતો.માહિતી અનુસાર જણાવીએ તો લાલુ પ્રસાદ યાદવની તબિયત હાલ સારી નથી.માનવામાં આવી રહ્યું છે કે કોર્ટ આને ધ્યાનમાં રાખીને થોડી રાહત આપી શકે છે.

આ કેસમાં પૂર્વ CM લાલૂ પ્રસાદ,પૂર્વ સાંસદ જગદીશ શર્મા, PAC ના તત્કાલિન અધ્યક્ષ ધ્રુવ ભગત,તત્કાલિન પશુપાલન સચિવ બેક જૂલિયસ,ડો. RK રાણા, પશુપાલન વિભાગના સહાયક નિર્દેશક ડો.એમ પ્રસાદ સહિત ૯૯ આરોપી છે.ભૂતકાળમાં લાલુ યાદવને ઘાસચારા કૌભાંડના અલગ-અલગ કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે