ઘી એ વાત અને પિત્ત દોષને બેલેન્સ કરવાનું કામ કરે છે. એટલે આ સમજવું જરૂરી છે કે ઘીને ભાઓજન પહેલા કે ભોજન દરમિયાન જ ખાવું સૌથી બેસ્ટ હોય છે. હ તમને જણાવી દઈએ કે ઘણા લોકો એવા હોય છે જે ઘી લગાવ્યા વગર જ રોટલી ખાવી પસંદ કરે છે અને ઘણા લોકો ઘી લગાવીને રોટલી ખાતા હોય છે. પણ આજે અમે તમને જણાવીશું કે જો તમે રોટલી પર ઘી લગાવીને ખાવ છો તો તમને શું શું ફાયદા થશે.
જો તમે રોજ રોટલીમાં ઘી સાથે ખાશો તો તમને ક્યારેય પેટના દુખાવાની સમસ્યા નહીં થાય. રોટલીમાં ઘી ખાવાથી જે લોકોનું વજન ઓછું નથી થતું તેમનું વજન પણ ઝડપથી વધે છે અને સાથે જ શરીરમાં શક્તિ પણ આવે છે.રોજ રોટલીમાં ઘી ખાવાથી આપણા હાડકા મજબૂત બને છે અને સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ ખતમ થઈ જાય છે.
આ સિવાય રોટલીમાં ઘી ઉમેરીને ખાવાથી પણ લોહીમાં જમા થયેલા કેલ્શિયમને દૂર કરવાનું કામ કરે છે. આ સિવાય ઘી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે તમારા શરીરને બીમારીઓ સામે સરળતાથી લડવામાં સક્ષમ બનાવે છે.કદાચ તમે આ વાત નહિ જાણતા હોવ, પરંતુ અમે તમને જણાવી દઈએ કે દેશી ઘીમાં મોજુદ CLA તમારા મેટાબોલિઝમને સંતુલિત કરે છે, જે તમારું વજન નિયંત્રણમાં રાખે છે. CLA શરીરમાં ઇન્સ્યુલિનની માત્રાને ઘટાડે છે, જેનાથી ડાયાબિટીસ અને વજન વધવા જેવી સમસ્યા નથી થતી.
ઘી તમારા શરીરમાં હાજર ચરબીને વિટામીનમાં ફેરવે છે. ઘીમાં ફેટી એસિડનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તેના દ્વારા ખોરાક સરળતાથી પચી જાય છે. કઠોળ કે શાકભાજીમાં દેશી ઘી ભેળવીને ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.હવે એ વાત તો સાચી જ છે કે આ ફાયદા જાણીને તમે કહેશો જ કે જો આ ફાયદા તમને પહેલા ખબર હોય તો તમે ક્યારથી ઘી ખાવા લાગ્યા હોત.