India

ગોવા જાઓ તો ધ્યાન રાખજો: ક્લબમાં ડાન્સ ચાલુ અને અચાનક આગ લાગી, 25 લોકોના મોત

Goa Nightclub Cylinder Blast: 25 Dead, Several Injured

ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ (cylinder blast incident) થતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે થોડી જ વારમાં આગ આખા ક્લબમાં ફેલાઈ ગઈ, જેના કારણે કુલ 25 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 4 પ્રવાસીઓ, 14 સ્ટાફ સભ્યો અને 7 અન્ય લોકોનો સમાવેશ થાય છે જેમની ઓળખ હજુ થઈ શકી નથી. સ્થાનિકોમાં આ ઘટનાએ ભારે દહેશત ફેલાવી છે અને સુરક્ષા બાબતો અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસે ક્લબના મેનેજરની ધરપકડ કરી છે, કારણ કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ક્લબમાં ફાયર સેફ્ટી (fire safety rules)ના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. રાત્રે લગભગ 12 વાગ્યે થયેલા આ બ્લાસ્ટ પછી ફાયર બ્રિગેડે લાંબા સમયના પ્રયત્નો બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ દરમ્યાન અનેક લોકોને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ ધુમાડાના ભારે થડને કારણે ઘણાનો જીવ ગયો.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય માઈકલ લોબો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે 3 લોકોના મોત સીધા દાઝવાથી (burn injuries) થયા છે, જ્યારે બાકીના લોકોનો શ્વાસ રૂંધાઈ જવાથી (smoke inhalation) જીવ ગયો. તેમણે જણાવ્યું કે આ કેસમાં સંપૂર્ણ તપાસ (detailed investigation) થશે અને દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફોરેન્સિક (FSL investigation report) ટીમ હાલમાં આગના સાચા કારણની તપાસ કરી રહી છે. વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર હાજર રહી તમામ પ્રક્રિયા મોનીટર કરી રહ્યા છે. પ્રાથમિક તારણો દર્શાવે છે કે સલામતીના ધોરણોનું પાલન ન થવાને કારણે આ મોટી માનવીય દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.

ઘટનાને પગલે વડાપ્રધાને આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલ લોકોને ₹50 હજારની સહાય રકમ જાહેર કરી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે નાઇટ કલ્બ અને મનોરંજન સ્થળોએ સલામતી સાધનો, ફાયર સેફ્ટી નીતિઓ (fire safety compliance) અને ઇમરજન્સી પ્લાનનું પાલન અત્યંત જરૂરી છે.