GujaratSaurashtraSouth Gujarat
Trending

જૂનાગઢ ફરવા ગયેલા ચાર પટેલ યુવાનોની કાર નદીમાં ખાબકતા મોત, 2 દિવસથી નોહતો થયો કોન્ટેક્ટ

ગોધરાના રામપુરા ગામના ચાર પટેલ યુવાનો ઇકો કાર લઇને પ્રવાસે નીકળ્યા હતા.તેમનો છેલ્લી વખત સંપર્ક જૂનાગઢ-મેંદરડા હાઇવે પર થયો હતો. બાદમાં યુવાનોનો સંપર્ક તૂટી જતા પરિવારજનો ચિંતિત થયા હતા અને પોલીસ ફરિયાદ પણ કરી હતી.સોશિયલ મીડિયાની મદદથી પણ યુવાનોની શોધખોળ માટે લોકોએ પ્રયાસ કર્યા હતા પણ કોઈ જ સંપર્ક થયો ન હતો.

રામપુરા ગામના પીનાકીન પટેલ, મૌલીન પટેલ, મોહિત પટેલ અને જીગર પટેલ વિરપુર દર્શનાર્થે નિકળ્યા હતા. પરંતુ યુવાનોનો સંપર્ક તૂટી જતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી.જૂનાગઢ એલસીબીની ટીમ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી પણ તેઓ સફળ થયા ન હતા. પોલીસ દ્વારા યુવાનોનું લોકેશન મેંદરડા આસપાસ જુનાગઢ રોડ તરફ જણાયું હતું. પોલીસે એ દિશામાં તપાસ કરતા નદી નાળાઓ તપાસ કરવા પરિવારજનોને કહ્યું હતું.જયારે પરિવારના લોકો શોધખોળ કરી રહયા હતા ત્યારે જ તેમની કાર વોકરામાં મળી આવી હતી.

અનુમાન મુજબ વહેલી સવારે ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવ્યો હશે જેથી તેમની ઇકો કાર રોડ પરથી સીધી વોકળામાં પડી હતી. કાર ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી. ફાયરબ્રિગેડ અને ક્રેનની મદદથી જીગર પટેલ અને મૌલિક પટેલનો મૃતદેહ મળી આવ્યો છે.હજુ પણ પિનાકીન પટેલ અને મોહિત પટેલની કોઈ ભાળ મળી નથી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે