દાગીના પર હોલમાર્ક કરવું થયું ફરજીયાત, હવે નકલી ઘરેણાં વેચવાવાળાને થશે મુશ્કેલી
ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના 256 જિલ્લાઓમાં સોનાના દાગીનાનું ફરજિયાત હોલમાર્કિંગ લાગુ કરવામાં આવ્યું છે અને તેને તમામ જિલ્લાઓમાં વિસ્તારવાની તૈયારીઓ ચાલી રહી છે. હોલમાર્કિંગ એ ગુણવત્તા પ્રમાણપત્ર છે, જે દેશના 256 જિલ્લાઓમાં 23 જૂન 2021થી 14, 18 અને 22 કેરેટના સોનાના દાગીના માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ 256 જિલ્લાઓમાં ઓછામાં ઓછું એક હોલમાર્કિંગ કેન્દ્ર છે.
મંત્રાલયના મંત્રીમંડળ માટે તૈયાર કરવામાં આવેલ તેમની મંથલી રિપોર્ટમાં કહ્યું છે કે, ‘હોલમાર્ક કમ્પલસરી રૂપે ચાલુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આ દેશના બધા જિલ્લામાં તેને લાગુ કરવાની પ્રક્રિયા ચાલુ જ છે.’ BIS સાથે પંજીકૃત કરવામાં આવેલ ઘરેણાં વેપારીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થશે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 1.27 લાખ જ્વેલર્સે હોલમાર્કવાળી જ્વેલરી વેચવા માટે BISમાં નોંધણી કરાવી છે અને દેશમાં 976 BIS માન્યતા પ્રાપ્ત AHC કાર્યરત છે. દેશમાં ઓટોમેશન સોફ્ટવેર દાખલ થયા પછી પાંચ મહિનામાં લગભગ 4.5 કરોડ જ્વેલરી હોલમાર્ક કરવામાં આવી છે.
આ સિવાય મંત્રાલયએ કહ્યું છે કે સોનાના દાગીનાની ઇન્ડસ્ટ્રીમાં કામમાં વધુ પારદર્શકતા લાવવા અને ઉપભોક્તાને હોલમાર્કનો વિશ્વાસ અપાવવા માટે હોલમાર્ક યુનિક આઈડી આધારેની પ્રણાલી શરુ કરવામાં આવી છે. સ્ટેકહોલ્ડર સાથે સતત અને ડિટેલમાં વાત કર્યા પછી BISએ તેમની ચિંતાઓ દૂર કરવા માટે પ્રયત્ન કર્યા છે.
HUD (ગોલ્ડ હોલમાર્ક યુનિક ID) એ એક નંબર જેવો છે જે તમારા આધાર અથવા PAN જેવો હોઈ શકે છે. HUD હેઠળ, દરેક દાગીનાને એક અનન્ય ID નંબર આપવામાં આવશે. આ આઈડી જણાવશે કે દાગીના ક્યાંથી વેચાયા અને વેચ્યા પછી કયા હાથમાં ગયા. કયા સોનીએ આ દાગીના વેચ્યા, કયા ખરીદદારે ખરીદ્યા, તે દાગીના કોઈ લોકરમાં રાખવામાં આવ્યા હતા, શું તેને પીગળીને ફરી ઘરેણાં બનાવવામાં આવ્યા હતા અને આગળ વેચાયા હતા. આ તમામ માહિતી તે HUID માં રેકોર્ડ કરવામાં આવશે.
નવેમ્બર 2019 માં, સરકારે જાહેરાત કરી હતી કે 15 જાન્યુઆરી, 2021 થી દેશભરમાં સોનાના આભૂષણો અને કલાકૃતિઓનું હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવશે. પરંતુ રોગચાળાને ધ્યાનમાં રાખીને, જ્વેલર્સે વધુ સમય માંગ્યા પછી સમયમર્યાદા ચાર મહિના વધારીને 1 જૂન અને પછી 23 જૂન સુધી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે, જે મુખ્યત્વે જ્વેલરી ઉદ્યોગની માંગને સંતોષે છે. જથ્થાના સંદર્ભમાં, દેશ વાર્ષિક 700-800 ટન સોનાની આયાત કરે છે.