IndiaMoney

Gold Price Today : સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

બુધવારે સોના અને ચાંદીના સ્થાનિક ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણ વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાની કિંમત 50 રૂપિયા ઘટીને 62,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. જો કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 62,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, દિલ્હીના બજારોમાં સોનું (24 કેરેટ) રૂ. 62,900 પ્રતિ 10 ગ્રામના હાજર ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં રૂ.50નો ઘટાડો છે.

સ્થાનિક વાયદા બજારમાં પણ બુધવારે સોનામાં ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. બુધવારે સાંજે, એમસીએક્સ એક્સચેન્જ પર, 5 એપ્રિલ 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું રૂ. 15ના મામૂલી ઘટાડા સાથે રૂ. 62,286 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવાયું હતું.
ચાંદીના ભાવમાં ઘટાડો

બીજી તરફ ચાંદીનો સ્થાનિક ભાવ રૂ.300 ઘટીને રૂ. 73,900 પ્રતિ કિલો પર આવી ગયો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 74,200 પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, સ્થાનિક વાયદા બજારમાં ચાંદીમાં પણ ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. MCX એક્સચેન્જ પર, 3 મે, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી રૂ. 70,857 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં, કોમેક્સમાં સોનું હાજર પ્રતિ ઔંસ $2,029 પર મજબૂત રીતે ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે છેલ્લા ટ્રેડિંગમાં આ ભાવ $2,034 પ્રતિ ઔંસ હતો. તેમણે કહ્યું કે વેપારીઓ હવે યુએસ જીડીપી ડેટા પર નજર રાખશે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં, કોમેક્સ પર સોનું હાજર $2,029 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં પાંચ ડૉલરનો ઘટાડો દર્શાવે છે. ચાંદીનો ભાવ નજીવો ઘટીને 22.35 ડોલર પ્રતિ ઔંસ હતો. તેની અગાઉની બંધ કિંમત $22.65 પ્રતિ ઔંસ હતી.