GujaratAhmedabad

ગુજરાત માટે ખુશીના સમાચાર, સાણંદમાં સ્થપાશે સેમીકંડક્ટર પ્લાન્ટ, રોજગારીની દ્રષ્ટીએ પણ છે મહત્વનો પ્રોજક્ટ

ગુજરાતમાં બે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગની ઇકોસિસ્ટમ ડેવલોપ કરવાના હેતુથી ગુજરાતમાં બે યુનિટની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે જયારે આસામમાં એક એમ કુલ ત્રણ સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે, ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.

ટાટા ગ્રુપની કંપની ગુજરાત અને અસમમાં પ્લાન્ટ લગાવશે. તો સીજી ગ્રુપ સાણંદમાં સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવશે. TEPL તાઇવાનની કંપની પાવરચિપ સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ (PSMC)ની સાથે મળી ગુજરાતના ધોલેરામાં, TSAT અસમના મોરિગાંવમાં પ્લાન્ટ લગાવશે. આગામી 100 દિવસમાં પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક શરૂ થશે. આ પ્લાન્ટ પ્રતિમાસ 50,000 સેમિકંડકટરનું ઉત્પાદન કરશે. જો કે, સેમિકન્ડક્ટર્સની માંગ ઊંચી છે અને તેનો ઉપયોગ કારના મેન્યુફેક્ચરમાં મહત્વનો છે.

ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવામાં ગુજરાતની અગ્રેસરતાને નવીન બે પ્રકલ્પો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ગુજરાતમાં સેમિકન્ડક્ટર્સના યુનિટ તૈયાર થશે ત્યારે દેશની સાથે ગુજરાતના વિકાસમાં તે મહત્વનો ફાળો ભજવશે. રોજગારીની દ્રષ્ટીએ પણ આ પ્રોજક્ટને મહત્વના માનવામાં આવે છે.