GujaratAhmedabad

અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર, આઈપીએલની ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે

અમદાવાદવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આ આઈપીએલની પ્લેઓફ અને ફાઈનલ મેચને લઈને છે. કેમકે આ મેચનો લઈને BCCI દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. BCCI મુજબ પ્લેઓફ અને ફાઈનલ મેચનું ચેન્નાઈ અને અમદાવાદમાં 23 મે થી 28 મે દરમિયાન આયોજન કરવામાં આવશે. ટૂર્નામેન્ટની પ્રથમ ક્વોલિફાયર મેચની વાત કરીએ તો તે 23 મેના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ ફાળવવામાં આવી છે. સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાવવાની છે. ગત વર્ષના પણ આઈપીએલ ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાઈ હતી.

આ કાર્યક્રમ મુજબ ક્વોલિફાયર-2 મેચ 26 મેના અને ફાઈનલ 28 મેના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર રમાશે. આ વખતે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં રમાવવાની છે. ક્વોલિફાયર-1 મેચ 23 મેના રોજ અને એલિમિનેટર 24 મેનાં રોજ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ગત વર્ષે આ મેચોનું આયોજન કોલકાતાને ફાળવવામાં આવ્યું હતું.

Tata IPL 2023 ની પ્લે ઓફ અને ફાઈનલનું શેડ્યૂલ

તારીખ મેચ સ્થળ
23 મે ક્વાલિફાઈર-1 ચેન્નઈ
૨૪ મેં એલિમિનેટર ચેન્નઈ
૨૬ મેં ક્વાલિફાયર-2 અમદાવાદ
૨૮ મેં ફાઇનલ અમદાવાદ