Ajab GajabIndia

ગૂગલએ ભૂલ શોધવા માટે ઘણા લોકોને ચુકવ્યા રૂપિયા, કુલ 65.79 કરોડ રૂપિયા આપ્યા ઈનામમાં

ગૂગલમાં બગ્સ કે પછી કોઈ ભૂલ શોધવાવાળા રિસર્ચસ માટે એક સારા સમાચાર છે. ગૂગલે વર્ષ 2021 માટે 87 લાખ ડોલર એટલે કે લગભગ 65.79 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપ્યા છે, જે ગયા વર્ષ કરતાં ડબલ રકમ છે. ગૂગલએ બગ્સ શોધવા પર અને તેના રિપોર્ટ કરવા માટે આ લોકોને આ રકમ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે. જો કે આમાં ગૂગલે ઈન્દોરના અમન પાંડેનો ખાસ ઉલ્લેખ કર્યો છે. અમન પાંડે Bugsmirrorના ફાઉન્ડર છે અને તેમને સૌથી વધુ ઈનામ મળ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, ગૂગલે 220 યુનિક રિપોર્ટ્સ માટે $2.96 લાખ આપ્યા છે. આમાં ગૂગલે બગસ્મિરરના અમન પાંડે, યુ-ચેંગ લિન અને સંશોધક gzobqq@gmail.comનો ઉલ્લેખ કર્યો છે. જેણે સૌથી વધુ પુરસ્કારો મેળવ્યા છે. આ લોકોને સૌથી વધુ ઈનામ મળ્યું છે.ગૂગલે તેના રિપોર્ટમાં કહ્યું, ‘બગસ્મિરર ટીમના અમન પાંડે ગયા વર્ષે અમારા સંશોધકોની યાદીમાં ટોચ પર છે. તેણે 2021માં 232 નબળાઈઓ સબમિટ કરી છે.

તેણે 2019માં પોતાનો પહેલો રિપોર્ટ સબમિટ કર્યો હતો. અમને અત્યાર સુધીમાં 280 માન્ય નબળાઈઓની જાણ કરી છે. તમને જણાવી દઈએ કે અમન પાંડે NIT ભોપાલમાંથી ગ્રેજ્યુએટ છે. તેણે વર્ષ 2021માં સત્તાવાર રીતે તેની કંપનીની નોંધણી કરાવી હતી. તેમની કંપની ગૂગલ, એપલ સહિત અન્ય કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

તમને જણાવી દઈએ કે ગૂગલે Android Vulnerability Reward Program(VRP) અંતર્ગત વર્ષ 2021માં વર્ષ 2020ની સામે ડબલ ઈનામ આપવામાં આવ્યું છે. જે અત્યારસુધી આપવામાં આવેલ રકમમાં સૌથી વધુ છે. આ સાથે ગૂગલએ Android Chipset Security Reward Program(ACSRP) શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ ગૂગલ અને અમુક એન્ડ્રોઇડ ચિપસેટ મેન્યુફેક્ચરર સાથે મળીને શરૂ કર્યું છે. વર્ષ 2021માં વેલીડ અને યુનિક સિક્યોરીટી રિપોર્ટ માટે 2.96 લાખ ડોલર આપવામાં આવ્યા હતા. આ સાથે જ ક્રોમમાં પણ ઘણા બગ્સ સ્પોટ કરવામાં આવ્યા હતા. વર્ષ 2021માં આની માટે ગૂગલે 33 લાખ ડોલરનું ઈનામ આપ્યું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે