IndiaInternational

Google Pixel Tab લોન્ચ થયું, સ્પીકરથી ચાર્જ થશે, જાણો તેની કિંમત અને ફીચર્સ

Google Pixel Tab : ગૂગલે બુધવારે Google I/O 2023 ઇવેન્ટમાં Pixel Tab લોન્ચ કર્યું. ગૂગલે વૈશ્વિક સ્તરે તેનું ટેબ લોન્ચ કર્યું છે. Pixel Tab ભારતમાં દાખલ થશે કે નહીં તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પિક્સેલ ટેબમાં યુઝર્સને 10.9-ઇંચની મોટી ડિસ્પ્લે મળશે. તેમાં ક્વોડ સ્પીકરનું ફીચર છે જેમાં ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે.

ટેક જાયન્ટ ગૂગલે Pixel Tabના બે વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. આમાં, પહેલું વેરિઅન્ટ 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે આવે છે જ્યારે બીજું વેરિઅન્ટ 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ સાથે આવે છે. જો આપણે કિંમત વિશે વાત કરીએ, તો તેને ફક્ત Pixel 7a ની કિંમતમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. તમે 8GB રેમ અને 128 સ્ટોરેજ સાથેનું Pixel Tab $499 એટલે કે 40,878 રૂપિયામાં ખરીદી શકશો. જ્યારે તેના અપર વેરિઅન્ટની કિંમત $599 હશે.

યુઝર્સને ગૂગલ પિક્સેલ ટેબમાં 10.95-ઇંચની વાઇબ્રન્ટ ડિસ્પ્લે મળશે. સરળ પ્રદર્શન માટે, કંપનીએ તેમાં 120Hz નો રિફ્રેશ રેટ આપ્યો છે. યુઝર્સને ગૂગલ પિક્સેલ ટેબના ડિસ્પ્લેમાં 500 નિટ્સની પીક બ્રાઈટનેસ મળશે. આમાં યુઝર્સને બિલ્ટ ઇન ક્રોમકાસ્ટનું ફીચર પણ મળશે.

આ પણ વાંચો: ગુજરાતીઓ ગરમીમાં શેકાવા માટે થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે ગરમીને લઇને કરી આગાહી

ગૂગલ પિક્સેલમાં ચાર સ્પીકર આપવામાં આવ્યા છે.Google Pixel Tab ના પાછળના ભાગમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. Pixel 7a ની જેમ, તેમાં ટેન્સર G2 ચિપસેટ છે.કનેક્ટિવિટી માટે, તેમાં WiFi 6, BT 5.2 અને USB 3.2 Gen 1 માટે સપોર્ટ પણ ઉપલબ્ધ છે. Google Pixel Tab Android 13 પર કામ કરે છે.