health

ગોઠણના દુખાવા દૂર કરવા માટે આ વનસ્પતિ ખૂબ જ કામની, ઘરે જ બનાવો, એ પણ મફતમાં….

નમસ્કાર મિત્રો,ગોઠણના દુખાવા માટે આજની આ માહિતી ખૂબ જ ઉપયોગી છે,માહિતી પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.આ વનસ્પતિનું નામ જોઈએ તો ગુજરાતી ભાષામાં આને દેશી બાવળ કહીએ છીએ.આ વનસ્પતિને મોટે ભાગે લોકો જાણતા જ હશે,તો ચાલો તેના ઉપયોગો જાણીએ.

સૌથી પહેલા દેશી બાવળની અર્ધકાચી સિંગો લો, જેને અલગ-અલગ વિસ્તારમાં કાતરા,પરડા નામથી ઓળખી છીએ.ત્યારબાદ આ સિંગોને સૂકવી દો. સુકાઈ જાય ત્યારબાદ મિકચરમાં દળી પાવડર બનાવી દો.અથવા જો તમને પાકી ગયેલ સિંગ મળે તો એ સિંગમાંથી બીજ કાઢી ઉપરના જે પડ હોય તેનો ઉપયોગ કરી શકો છો.આ બંને રીતે તમે ઉપયોગ કરી શકો છો.

પાવડર તૈયાર થઈ ગયા પછી બોટલમાં ભરી લો.ત્યારબાદ સવારે વહેલા ઉઠી બ્રશ કરી અડધી ચમચી આ પાવડર લો,આ પાવડરને પાણી સાથે મિક્સ કરી જાઓ,અને જો તમને એનો સ્વાદ સારો ન લાગે તો તમે થોડીક વરિયાળી અને સાંકરનો ભૂકો ઉમેરી શકો છો.આ પ્રયોગ નિયમિત કરશો એટ્લે સમય જતાં આનાથી ખૂબ જ લાભ જોવા મળે છે.

શરૂઆતમાં 2-4 દિવસ બે-ત્રણ વાર સંડાસ જવું પડશે પરંતુ ગભરાવવાની જરૂર નથી.નિયમિત આ પ્રયોગ કરશો તો ખૂબ જ લાભ જોવા મળશે.

અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરી છે માટે વધુ તકલીફ હોય તો પહેલા યોગ્ય ડોક્ટરની સલાહ જરૂર લો,પછી જ આ પ્રયોગ અપનાવો.