India

લોકડાઉનમાં બખ્ખા: રાજ્ય સરકારે 1610 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી, આટલા લોકોને મળશે 5000 રૂપિયા

કોરોનાને પગલે દેશભરમાં રાજયની સરકારો અને કેન્દ્રની મોદી સરકાર જનતાની ચિંતા કરી રહી છે.કોરોના ને પગલે સમગ્ર દેશભરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે કર્નીણાટકની સરકારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે કરેલા લોકડાઉનના કારણે પરેશાન લોકોને રાહત આપવા માટે 1610 કરોડ રૂપિયાના મોટા રાહત પેકેજની બુધવારે જાહેરાત કરી. અહી ઉલેખનીય છે કે જ્ય સરકારોએ ખેડૂતો, લધુ, કુટીર અને મધ્યમ ઉદ્યોગો, ફૂલોની ખેતી કરનારા, ધોબીઓ, વાળંદ, ઓટો અને ટેક્સી ચાલકો સહિત અન્ય લોકોને ધ્યાનમાં રાખતા આ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાકર્ર્ણામ બાબતે કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી વધારે સમયથી સમાજના બધા વર્ગોના લોકો નાણાંકીય સંકટનો ભયંકર સામનો કરી રહ્યા છે. બંધના કારણે દરેક વસ્તુની માંગ ઓછી થઈ જતા માળીઓએ પોતાના ફૂલો પણ નષ્ટ કરી દીધા છે. તો સરકારે તેમની આ બધી સમસ્યાઓને સમજતા પાકને થયેલા નુકસાન માટે 25000 રૂપિયા પ્રતિ હેક્ટર વળતર આપવાની એક મહત્વની જાહેરાત કરી છે. પાકના નુકસાન પર વધુમાં વધુ એક હેક્ટર સુધી વળતર આપવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું. વધુમાં શાકભાજી અને ફળોની ખેતી કરનારા ખેડૂતો માર્કેટ સુધી પોતાનો સામાન ન લઈ જઈ શક્યા હોય સરકારે તેમના માટે પણ રાહતની જાહેરાત કરી છે.

વાત આટલેથી અટકતી નથી કોવિડ-19 ની મહામારી એ વાળંદ અન ધોબી જેવા લોકોને પણ પ્રભાવિત કર્યા છે,તો આથી લગભગ 60,000 ધોબીઓ અને 2,30,000 વાળંદને પણ 5-5 હજાર રૂપિયાનું એક વખત વળતર આ રાહત પેકેજમાંથી અપાશે. આ ઉપરાંત લગભગ 7,75,000 ઓટો અને ટેક્સી ચાલકોને પણ 5-5 હજાર રૂપિયા સરકાર તરફથી સહાય અપાશે.

વધુમાં વાત કરીએ તો યેદિયુરપ્પાએ કહ્યું છે કે, બંધના કારણે MSMEને પણ મોટું નુકસાન થયું છે અને તેને પાટા પર લાવવામાં થોડો સમય લાગશે. MSME સેક્ટર માટે બે મહિનાનું લાઈટબીલ સંપૂર્ણ  માફ કરી દેવામાં આવશે. મોટા ઉદ્યોગોનું બે મહિનાનું બિલ દંડ કે વ્યાજ લગાવ્યા વિના સરકારે રદ કરી દીધું છે.