જુનાગઢમાં 75 માં પ્રજાસત્તાક પર્વ પર રાજ્યપાલે ધ્વજવંદન કર્યુ, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર
આજે દેશભરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ સહિત વિવિધ રાજ્યો પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વ્યસ્ત રહેલા છે. ત્યારે દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવવામાં આવશે. એવામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન બન્યા છે. જેમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ રજૂ કરાશે. ગુજરાતમાંથી કચ્છના ધોરડો ગામની ઝાંખી રજૂ કરાશે. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જૂનાગઢમાં હાજરી આપીને ધ્વજવંદન કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, જૂનાગઢમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પીટીસી ગ્રાઉન્ડમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જ્યારે CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા જીપમાં સવાર થઈ પરેડની સલામી આપવામાં આવી હતી.
તેની સાથે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને 75 મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેમના દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજે કર્તવ્યપથ પર PM નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાજર રહ્યાં છે.