GujaratIndiaNews

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું 89 વર્ષની વયે અવસાન

મહાત્મા ગાંધીના પૌત્ર (Grandson of Mahatma Gandhi) અરુણ મણીલાલ ગાંધીનું નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં અરુણનું નિધન થયું છે. અરુણના પુત્ર તુષાર ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અંતિમ સંસ્કાર આજે કોલ્હાપુરમાં કરવામાં આવશે.

અરુણ ગાંધીનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર હતા. તેમણેસામાજિક અને રાજકીય મુદ્દાઓ પર કાર્યકર્તા તરીકે કામ કર્યું. તેમણે પુસ્તકો પણ લખ્યા, જેમાંથી ‘ધ ગિફ્ટ ઑફ એન્ગરઃ એન્ડ અધર લેસન્સ ફ્રોમ માય ગ્રાન્ડફાધર મહાત્મા ગાંધી’ પ્રખ્યાત છે.

અરુણ વર્ષો પહેલા અમેરિકામાં સ્થાયી થયો હતો. તેમણે પણ મહાત્મા ગાંધીની જેમ અહિંસાને ખૂબ મહત્વ આપ્યું, તેથી તેમણે ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટીમાં અહિંસા સંબંધિત સંસ્થાની સ્થાપના કરી.

આ પણ વાંચો: માંગલ ધામને 27 વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવનું આયોજન, સંતો મહંતોથી લઈને નામાંકિત કલાકારો રહેશે ઉપસ્થિત

આ પણ વાંચો: ખેડૂતો માટે આવ્યા ચિંતાજનક સમાચાર, હવામાન વિભાગે વરસાદને લઈને કરી ભયાનક કરી આગાહી