GujaratIndiaNewsSurat

ગ્રીષ્મા હત્યા કેસને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, ફેનિલે આ રીતે ઘડ્યો હતો હત્યાનો પ્લાન…

સુરત જિલ્લાનાં કામરેજ ખાતે થોડા દિવસો પહેલા એક તરફી પ્રેમમાં પાગલ યુવાને જાહેરમાં એક યુવતીને ચપ્પુનાં ઘા કરીને તેણીને રહેંસી નાખવાની ઘટના સામે આવી હતી.જેના કારણે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગયો છે.જ્યારે હવે આ ઘટના અંગે રોજ-રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે.એવામાં આજે મામલામાં હત્યારા ફેનિલને લઈને મોટી જાણકારી સામે આવી છે.

પોલીસ દ્વારા કરવામાં આવી રહી તપાસમાં જાણકારી સામે આવી છે કે,હત્યાના દિવસે પ્લાનિંગ પૂર્વક હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.એવામાં ફેનિલ ગ્રીષ્માની અમરોલી આવેલ કોલેજમાં પહોંચી ગયો હતો.તેને તે દરમિયાન તેની સહેલીને કહ્યું તું ગીષ્માને લઈને બહાર આવ.તેમ છતાં તેને ના પાડી દીધી હતી કે તે ક્લાસમાં છે માટે નહીં આવી શકે.

ત્યારબાદ ગ્રીષ્મા તેની માસીને કેમ્પસમાં બોલાવી ત્યાંથી ચાલી ગઈ હતી.પરંતુ સાંજના સમયે ફેનિલ તેના ઘરે પહોંચી ગયો અને આ કાંડ કરી નાખ્યો હતો.તેના ઘરે પહોંચી તેને ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરી નાખી હતી.નોંધનીય છે કે,આ યુવક યુવતીનો છેલ્લા ઘણા દિવસોથી પીછો પણ કરી રહ્યો હતો.તે વાતની જાણ થતા યુવતીના મોટા બાપુજી તેને ઠપકો આપ્યો હતો.

તેનું યુવકને માઠું લાગ્યું હતું.જેના લીધે તે ઉશ્કેરાઈ ગયો હતો.આ કારણોસર તે યુવતીના ઘરની બહાર પહોંચી ગયો હતો.તેના કારણે યુવતીના મોટા બાપુજીએ તેને ફરીથી ઠપકો આપ્યો તો યુવકે તેમના પર જ ચપ્પુથી હુમલો કરી દીધો હતો.તે દરમિયાન યુવતી વચ્ચે તેમને બચાવવા વચ્ચે પડી તો તેને યુવતીનું જ સેંકડો લોકોની વચ્ચે ગળું કાપી હત્યા કરી નાખી હતી.ત્યારબાદ હત્યારા ફેનીલે યુવતીની હત્યા કર્યા બાદ પોતાના હાથે તેમજ પગે ચપ્પુના ઘા મારી ઝેરી દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેમ છતાં સ્થળ પર પહોંચેલી કામરેજ પોલીસ પર પણ તેને હુમલો કર્યો તેમ છતાં યુવાનને તાત્કાલિક સારવાર માટે પોલીસ દ્વારા તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.આ સારવાર બાદ તેનો જીવ તો બચી ગયો છે પરંતુ તે અત્યારની પોલીસ કસ્ટડીમાં છે અને તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.એવામાં તેને લઈને રોજ નવા-નવા ખુલાસો થઈ રહ્યા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે