આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલ લોકોને ઝડપી પાડી ગુજરાત ATSએ પાર પાડ્યું મોટું ઓપરેશન
પોરબંદરમાં ગુજરાત ATS દ્વારા સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાંથી આતંકવાદી સંગઠન ISISના મોડ્યુલનો ગુજરાત ATS દ્વારા એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરીને પર્દાફાશ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષથી આ ચારેય લોકો એકબીજાના સંપર્કમાં હતા અને તેઓ આતંકવાદી સંગઠન ISISના સક્રિય ગૃપના સભ્યો છે. ત્યારે ગુજરાત ATS એ ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલ 4 લોકોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ATSની ટિમ શુક્રવાર સવારના સમયથી જ પોરબંદર ખાતે હતી. અને તેમની સાથે આ કાર્યવાહીમાં ત્યારે પોરબંદર પહોંચેલી ટીમની સાથે ATSના ઇન્સ્પેકટર જનરલ દીપન ભદ્રન સામેલ હતા. ત્યારે બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે સુરતની એક મહિલા સહિત કુલ 4 લોકોની ધરપકદ કરી છે. આતંકવાદી સમગઠન ISISના સક્રિય ગ્રુપના આ ચારેય લોકો સભ્યો છે. ATSએ બાતમીના આધારે દરોડા પડતા અનેક પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી છે. ISISમાં જોડાવવા માટે થઈને આ ચારેય લોકો ભાગી જવાની ફિરાકમાં હતા. છેલ્લા 1 વર્ષથી આ ચારેય આતંકીઓ એકબીજાના સંપર્કમાં હતા. જાણકારી અનુસાર, સીમા પાર બેઠેલા આકાઓ સાથે આ લોકો સતત સંપર્કમાં હતા અને તેમના જ ઈશારે આ લોકો કટ્ટરપંથી બન્યા હતા.
તમને જણાવી દઇએ કે, ગુજરાત ATSની ટીમ શુક્રવાર સવારમાં સમયથી જ અચાનક પોરબંદર ખાતે પહોંચી હતી. જેના લીધે થઈને શહેર પોલીસ પણ દોડતી થઈ ગઇ હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ઓફિસ ખાતે ગુજરાત ATSની ટીમ આવી પહોંચી હતી. અને બાદ આ આતંકીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો ગુજરાત ATS દ્વારા આ ચારેય લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.