BjpCongressGujaratPoliticsRajkotSaurashtra

ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં? કાલે જાહેરાત થઇ શકે, ધારીના MLA બે દિવસથી ઘરેથી ગાયબ

રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા માલ્ટા જ કોંગ્રેસના 14 ધારાસભ્યોને જયપુર લઈ જવાયા છે. પણ કોંગ્રેસના 4 થી 5 ધારાસભ્યો ગાયબ થઈ ગયા છે. ચારથી પાંચ ધારાસભ્યોના કોલ પણ બંધ થઇ ગયા હોવાથી તેમનો સંપર્ક થઈ શકતો નથી. ચર્ચા ચાલી રહી છે કે તેઓ ભાજપના કેમ્પમાં છે અને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે.

મળતી વિગતો મુજબ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીના જે.વી.કાકડિયા અને ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામુ આપ્યું છે તેવી ચર્ચા છે.આવતીકાલે રાજીનામાની સત્તાવાર જાહેરાત થશે તેવું કહેવામાં આવી રહ્યું છે.ભાજપ નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે બે ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે અને વધુ બે ધારાસભ્યના રાજીનામા પડી શકે છે.

આ બધા વચ્ચે ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા પણ ઘરેથી ગાયબ છે.તેમના સસરા નાનજીભાઇ જણાવ્યું કે તેઓ 2 દિવસથી તેનો સંપર્ક કરે છે પણ જે.વી.નો સંપર્ક થતો નથી. ફોન ઉપાડતા નથી.ભાણીયો આનંદ સુરત છે. તેને પણ કઈ ખબર નથી.