Gujarathealth

ગુજરાતમાં કોરોનાનો કહેર પડ્યો શાંત પરંતુ મુત્યુના આંકડા ભય ઉભો કરનાર

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસો કોરોનાનો કહેર શાંત પડ્યો છે. ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ નવ હજારથી ઓછા કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8338 કેસ સામે આવ્યા છે. તે એક સારી બાબત છે કેમકે સતત વધી રહેલા કોરોનાના કેસ પર બ્રેક વાગી છે. તેની સાથે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 16629 દર્દીઓ સાજા થયા છે. જેના લીધે કોરોનાથી સાજા થવાનો આંકડો 10,83,022 પહોંચ્યો છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ પણ સુધર્યો છે તે 92.65 ટકા પહોંચી ગયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 2654, વડોદરા કોર્પોરેશનમાં 1712, રાજકોટ કોર્પોરેશનમાં 475, સુરત કોર્પોરેશનમાં 257, ગાંધીનગર કોર્પોરેશનમાં 223, ભાવનગર કોર્પોરેશનમાં 80, જામનગર કોર્પોરેશનમાં 95, જુનાગઢ કોર્પોરેશનમાં 30 નવા કેસો સામે આવ્યા છે. આ સિવાય પાટણમાં 224, મહેસાણામાં 130, કચ્છમાં 210, ખેડામાં 112, આણંદમાં 95, બનાસકાંઠામાં 212, નવસારીમાં 39, વલસાડમાં 81, સાબરકાંઠામાં 84, તાપીમાં 34 નવા કેસ સામે આવ્યા છે.

તેની સાથે રાજ્યમાં એક્ટીવ કેસની વાત કરીએ તો હાલ 75464 એક્ટિવ કેસ રહેલા છે. જેમાં 229 વેન્ટિલેટર પર રહેલા છે. જ્યારે 75235 નાગરિકો સ્ટેબલ રહેલા છે. આ સિવાય અત્યાર સુધી કોરોનાથી સાજા થવાનો આંકડો 1083022 પહોંચ્યો છે. જ્યારે કોરોનાથી મુત્યુ થવાનો આંકડો 10511 પહોંચ્યો છે.

જ્યારે આજે છેલ્લા ૨૪ કલાકમાં 38 નાગરિકોનાં મોત નીપજ્યા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 3, ભાવનગર 3, સુરત કોર્પોરેશન 3, રાજકોટ 2, સુરત 2, ભાવનગર કોર્પોરેશન 2, નવસારી 2, ગાંધીનગર 2, પંચમહાલ 1, જામનગર કોર્પોરેશન 1, વલસાડ 1, અમરેલી 1, જામનગર 1, દેવભૂમિ દ્વારકા 1, બોટાદ 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે