Gujarathealth

ગુજરાતમાં કોરોનાએ લીધી વિદાઈ, કોરોનાના કેસ ઘટવાની સાથે સાજા થવાના આંકડા જોવા મળ્યો વધારો

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરે જાણે વિદાઈ લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો ઘટાડો થતા છેલ્લા 24 કલાકમાં ત્રણ હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. તેના લીધે ગુજરાત સરકારે રાહતનો શ્વાસ લીધો હતો.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2275 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે કોરોનાની સારવાર દરમિયાન 8172 દર્દીઓ સાજા પણ થયા છે.

જયારે 21 દર્દીઓના મોત નીપજ્યા છે. તેની સાથે રાજ્યમાં એક્ટીવ કેસનો ઘટાડો થતા હાલ 21,437 એક્ટિવ કેસ રહેલા છે જેમાંથી 143 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો આંકડો 11,78,289 પહોંચ્યો છે. તેની સાથે મુત્યુઆંકનો આંકડો 10,761 પહોંચ્યો છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 700 કેસ સામે આવ્યા છે પરંતુ તેની સાથે 3119 દર્દીઓ સાજા પણ થયા છે.

આ સિવાય વડોદરા કોર્પોરેશનમાં 292 કેસ, વડોદરામાં 96, મહેસાણામાં 96, ગાંધીનગર કોર્પોરેશનમાં 91 અને બનાસકાંઠામાં 90 કેસ સામે આવ્યા છે. તેની સાથે છેલ્લા 24 કલાકમાં 21 દર્દીઓના મોત નીપજ્યા છે જેમાં અમદાવાદ કોર્પોરેશન-વડોદરા કોર્પોરેશનમાં ચાર-ચાર, સુરત-વડોદરા-રાજકોટમાં બે-બે, જ્યારે મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ કોર્પોરેશન, તાપી, સાબરકાંઠા, ભરૂચ, જામનગર અને વલસાડમાં એક-એક દર્દીનું મોત નીપજ્યું છે.