ગુજરાતમાં સતત કોરોનાનો કહેર ઘટતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ ઘટતા લોકોમાં પણ તેને લઈને ભય ઓછો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે હજારથી કેસ સામે આવ્યા છે. તે એક સારી વાત છે. કેમ કે આ કેસ 20 હજારથી ઓછા થઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1646 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે એક સારી વાત એ પણ છે કે, કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 3955 દર્દીઓ સાજા પણ થયા છે.
છતાં ગઈ કાલની સરખામણી મૃત્યુઆંકમાં સામાન્ય વધારો થયો છે. આજે 20 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. જયારે અમદાવાદ કોર્પોરેશનમાં 546 નવા કેસ સામે આવ્યા છે તેની સામે સારી વાત એ પણ છે કે, 1441 દર્દીઓ સાજા પણ થયા છે.
રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ 15,972 એક્ટિવ કેસ રહેલા છે જેમાં 103 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે કોરોનાથી સાજા થવાનો આંકડો 11,87,249 પહોંચી ગયો છે. જ્યારે મુત્યુનો આંકડો 10,795 પહોંચ્યો છે.
આ સિવાય ગુજરાતમાં કોરોનાની વેક્સીનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,28,507 લોકો દ્વારા વેક્સિન લેવામાં આવી છે. તેની સાથે રાજ્યમાં કુલ વેક્સીન લેવાનો આંકડો 10,09,45,564 પહોંચી ગયો છે.
તેની સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના મોત નીપજ્યા છે. જેમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં પાંચ, વડોદરા કોર્પોરેશનમાં ચાર, સુરતમાં ત્રણ, ભરૂચ અને ભાવનગરમાં બે-બે તથા મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં એક-એક દર્દીનું મોત નીપજ્યું છે.