ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર પડી શાંત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે શાંત પડી રહી હોઈ તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાત હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. તે એક રાહતની વાત છે. કેમકે સતત 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા હવે તે સાત હજારથી ઓછા થઈ ગયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 6679 કેસ સામે આવ્યા છે. તેની સાથે છેલ્લા ૨૪ કોરોનાની સારવાર દરમિયાન 14171 દર્દીઓ સાજા પણ થયા છે. જયારે કોરોનાથી સાજા થવાનો આંકડો 10,66,393 પહોંચી ગયો છે. આ કારણોસર કોરોનાનો રિકવરી રેટ સુધરીને 91.88 ટકાએ પહોંચી ગયો છે.
આ સિવાય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં 35 દર્દીના અવસાન થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત 5, વડોદરા કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 2, રાજકોટ કોર્પોરેશન 2, પંચમહાલ 2, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, વડોદરા 1, રાજકોટ 1, મહેસાણા 1, , જામનગર કોર્પોરેશન 1, વલસાડ 1, અમરેલી 1, ભાવનગર 3, પોરબંદર 1, બોટાદ 1, દેવભૂમિ દ્વારકા 1 દર્દીનું મોત નીપજ્યું છે.
જયારે ગુજરાતમાં એક્ટીવ કેસની વાત કરવામાં આવે તો હાલ 83793 એક્ટિવ કેસ રહેલા છે. જેમાં 265 વેન્ટિલેટર પર રહેલા છે. જ્યારે 83528 દર્દીઓ સ્ટેબલ રહેલા છે. તેની સાથે કોરોનાથી સાજા થવાનો આંકડો 1066393 પહોંચ્યો છે. જ્યારે કોરોનાના મોત આંકડો 10473 પહોંચ્યો છે. ગુજરાતના શહેરોના કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં 2399, વડોદરામાં 1045,સુરતમાં 418, રાજકોટમાં 777 કેસ, ગાંધીનગરમાં 392, કચ્છમાં 211 કેસ નોંધાયા છે.
મહેસાણામાં 144, પાટણમાં 146, મોરબીમાં 135, જામનગરમાં 134 કેસ, બનાસકાંઠામાં 96, નવસારીમાં 89, ભાવનગરમાં 84, ભરૂચમાં 79, ખેડામાં 72, વલસાડમાં 65, પંચમહાલમાં 58, અમરેલીમાં 45, આણંદમાં 44, દાહોદમાં 33, ગીરસોમનાથમાં 30, સાબરકાંઠામાં 29, તાપીમાં 26, સુરેન્દ્રનગરમાં 22, નર્મદામાં 16, છોટાઉદેપુરમાં 15, મહીસાગરમાં 9, બોટાદમાં 6, દ્વારકામાં 3 અને અરવલ્લીમાં 2 કેસ સામે આવ્યા છે