Gujarat

ગુજરાતમાં કોરોનાનો કહેર થયો બેઅસર, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસો કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે કોરોનાની ત્રીજી લહેર હવે સમાપ્ત થવાના આરે આવી ગઈ છે. રાજ્યમાં આ અગાઉ 20 હજારથી વધુ કેસ આવી રહ્યા હતા તે હવે ત્રણ હજારની અંદર આવી ગયા છે. તે રાહતની વાત છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2909 નવા કેસ સામે આવ્યા છે તેની સાથે એક સારી વાત એ પણ છે કે, કોરોનાની સારવાર દરમિયાન 8862 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 21 દર્દીના મોત થયા છે.આ સિવાય ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસની વાત કરીએ તો હાલ 38644 એક્ટિવ કેસ રહેલા છે જેમાં 215 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે કોરોનાથી સાજા થવાનો આંકડો 11,53,818 પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંકનો આંકડો 10,688 પર પહોંચ્યો છે. જ્યારે રિકવરી રેટ સુધરીને ને 95.90 ટકા પહોંચી ગયો છે. છે.

તેની સાથે એક સારી વાત એ પણ છે કે અમદાવાદમાં કોરોનાનો કહેર ઓછો થયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 928 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 2331 દર્દીઓ સાજા પણ થયા છે. તે એક સારી વાત છે કે, અમદાવાદમાં સતત 10 હજારથી ઉપર કેસ સામે આવી રહ્યા હતા.

આ સિવાય છેલ્લા 24 કલાકમાં 21 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં છ, વડોદરા કોર્પોરેશનમાં ચાર, સુરત કોર્પોરેશનમાં બે આ સિવાય ગાંધીનગર કોર્પોરેશન, સુરત, અમદાવાદ, ભાવનગર કોર્પોરેશન, વલસાડ, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા અને જામનગરમાં એક-એક દર્દીનું મોત નીપજ્યું છે.