Gujarat

ગુજરાતના કોરોના ની લહેર ખતમ, ૨૪ કલાકમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો

રાજ્યમાં સતત કોરોનાનો કહેર સતત ઓછો થઈ રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે. કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસોથી ઓછા થઈ રહ્યા છે. રાજ્યમાં સતત 20 હજારથી અંદર કેસ સામે આવી રહ્યા હતા હવે તે ત્રણ હજારથી અંદર આવી ગયા છે. તે એક રાહતની વાત કહી શકાય.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 2560 નવા કેસ નોંધાયા છે.

કોરોના કેસ ઓછા આવવાની સાથે એક રાહતની વાત બીજી પણ સામે આવી છે. આજે કોરોનાથી સાજા થવાના કેસમાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 8812 દર્દીઓ સાજા થયા છે. તેની સાથે 24 લોકોના મોત નીપજ્યાછે.રાજ્યમાં કોરોનાના એક્ટીવની વાત કરીએ તો એક્ટીવ કેસ ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટાડો થતા તે 27,355 પહોંચી ગયા છે જેમાંથી 171 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી સાજા થવાનો કુલ આંકડો 11,70,117 પહોંચી ગયો છે. જ્યારે મુત્યુઆંકનો આંકડો 10,740 પહોંચી ગયો છે.

જ્યારે રાજ્યમાં આજે 24 લોકોના મોત નીપજ્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં છ, વડોદરા કોર્પોરેશન, સુરત અને રાજકોટમાં ત્રણ-ત્રણ, દેવભૂમિ દ્વારકામાં બે, મહેસાણા, ભાવનગર કોર્પોરેશન, ભરૂચ, મોરબી, અમદાવાદ, ભાવનગર અને મહીસાગરમાં એક-એક દર્દીનું મોત નીપજ્યું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે