Corona VirusGujaratSouth GujaratSurat

ગુજરાતમાં કોરોના એ લીધો એકનો ભોગ: જાણો ક્યાં શહેરમાં થયું મોત

ગુજરાતમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે એ જોતા રાજ્યમાં 25 માર્ચ સુધી 5 શહેરોમાં અંકુશ મુકવામાં આવેલ છે.રાજ્યમાં આજે કોરોના ના 5 નવા કેસ નોંધાયા છે જેની જાણ નીતિન પટેલે કરી હતી. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસને કારણે પહેલું મોત થયું છે.સુરતમાં સારવાર લઈ રહેલા 67 વર્ષીય વૃદ્ધનુ મોત થયું છે. મળતી વિગતો મુજબ આ વૃદ્ધ અઠવાલાઇન્સ માં રહેતા હતા.

વિગતો મુજબ, તેઓ અગાઉથી જ અસ્થમાની બીમારીથી પીડાતા હતા અને કિડની પણ ફેઈલ થઇ ગઈ હતી. કોરોના પોઝિટિવ આવતાં તેઓ છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે બપોરે તેમનું મોત થયાના સમાચાર મળતા જ તંત્ર દોડતું થયું છે.

નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે જે લોકોને કેસ પોઝિટિવ આવ્યા છે તેમનું નામ પણ જાહેર કરવામાં આવશે જેથી તેમને મળનારા લોકો જાતે જ સરકારી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવી શકે.આ ઉપરાંત જેમને આઇસોલેશનમાં રાખ્યા છે તેમના પર પણ કડક નિયમો લાગુ કરાયા છે. જો તેઓ ડોક્ટરની સૂચના વગર ઘરની બહાર નીકળશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.