Corona VirusGujarat

તંત્ર જ આવી ઘોર બેદરકારી કરશે તો ગુજરાતમાંથી કોરોના નહિ જાય,તંત્રની આવી ભૂલો લોકોએ ભોગવવી પડે છે..

અત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે.રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જેને લઈને સરકાર અને પબ્લિકમાં ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે.પરંતુ આ કેસ વધવાના પાછળ પણ પબ્લિકનું કોરોનાના નિયમોને લઈને જાગૃત નાં હોવાનું કારણ જ જવાબદાર છે.પબ્લિક હજુ પણ આ મહામારી સામે લડવા સજ્જ દેખાઈ રહી નથી.

અહી ઉલ્લેખનીય છે કે અત્યારે સોશિયલ ટ્રાન્સમિશનના કારણે કોરોનાના કેસો વધી રહ્યા છે. તો કેટલીક જગ્યાઓ પર આરોગ્ય વિભાગની બેદરકારી પણ આ કેસો વધવા માટે જબ્દાર હોય એવા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે અમદાવાદ અને સુરતમાં હોસ્પિટલમાંથી કોરોનાના દર્દીઓ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને હોસ્પિટલની પરિસ્થિતિઓ અંગે લોકોને જણાવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર દરમિયાન આરોગ્ય વિભાગની એક ગંભીર બેદરકારીનો કિસ્સો વડોદરામાં જ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જ કોરોનાના પોઝિટિવ દર્દીના પરિવારજનોના રિપોર્ટ કરવામાં માંજ આનાકાની કરવામાં આવતી હતી પરંતુ અહીના સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવતા છેવટે મુખ્યમંત્રીના આદેશ બાદ કોરોના પોઝિટિવ દર્દીના તમામ પરિવારજનોના રિપોર્ટ કરવાની તજવીજ આરોગ્ય વિભાગે શરુ કરી હતી.અને વિચિત્ર વાત તો એ છે કે તંત્ર જેમનું ટેસ્ટીંગ કરવામાં જ આનાકાની કરતું હતું એમના જ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, દર્દીના પરિવારના અન્ય સભ્યો પણ કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. તેથી તેઓને આગળની વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા રોડ પર આવે;લ નાલંદા પાણીની ટાંકી વિસ્તારમાં એક દર્દીનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેના પરિવારજનોના કોરોના રિપોર્ટ કરવામાં આનાકાની કરવામાં આવી રહી હતી અને આ સમગ્ર ઘટના અંગે ત્યાના ધારાસભ્ય શૈલેષ મેહતાને જાણ થઇ હતી.તેમને આ અંગે જાણ થતા તેઓએ આરોગ્ય વિભાગની બેદરકારી અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો.

ધારાસભ્ય શૈલેશ મેહતાના પત્ર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આરોગ્ય વિભાગને કડક માંથી કડક સૂચના આપી દીધી હતી અને ત્યારબાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ આ અંગે દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ જ્યારે આ પોઝિટિવ દર્દીઓના પરિવારજનોના સેમ્પલ લઇને રિપોર્ટ કર્યા ત્યારે ચોકાવનારા પરિણામ આવ્યા હતા રીપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, એક દર્દીના કારણે પરિવારના નવ લોકોને કોરોનાનો ચેપ લાગી ગયો છે. જેથી હાલ તમામ લોકોને આગળની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અહિયાં મહત્ત્વની વાત તો છે કે, રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.જે વાત ખુદ આરોગ્ય વિભાગ જ કહી રહ્યુ છે કે, અત્યારે જે નવા પોઝિટિવ કેસો આવી રહ્યા છે તેમાંથી મોટાભાગના કેસોમાં કોરોનાના લક્ષણો દેખાતા જ નથી, જ્યારે કોઈ વ્યક્તિનો રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે રીપોર્ટમાં જ ખબર પડે છે કે તેને કોરોના છે. આવી પરિસ્થિતિમાં વડોદરામાં જે આ કિસ્સો સામે આવ્યો છે તે ખરેખર આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી જ કહી શકાય.જો આવી રીતે કોરોના પોઝીટીવ દર્દીના ટેસ્ટીંગ ના કરવામાં આવે તો કેસનો રાફડો ફાટી જ નીકળે જેમાં કોઈ શંકા જ નથી.