GujaratNews

ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીની સાથે ગરમીનો કહેર વધશે, હવામાન વિભાગે કરી આગાહી

હાલમાં ગુજરાતમાં બેવડી ઋતુની મૌસમ ચાલી રહી છે, જે સવારે ઠંડી વરસાદી વાતારણ સહિત બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. જે હાલના દિવસોમાં શિયાળામાં ઠંડીની સાથે કમોસમી વરસાદનો કહેર પણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ લોકોને બેવડી ઋતુનો અહેસાસ થશે. જેના કારણે ગુજરાતીના લોકોને બપોરે ગરમી અને રાત્રે ઠંડી સહન કરવી પડશે.

તેની સાથે હવામાન વિભાગ મુજબ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ બન્યું રહેશે પરંતુ વરસાદની સંભાવના નહિવત રહેલી છે. જ્યારે ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લઇ લેશે. આ સિવાય સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડ્યા બાદ બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેમ કે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે. ત્યાર બાદ ઉનાળાની શરૂઆત થઈ જશે.

પરંતુ રાજ્યમાં દિવસમાં બેવડી ઋતુના કારણે અનેક લોકો તાવ આવો, ઝાડા ઉલટી, માથું દુઃખવું વગેરે બાબતથી હેરાન થઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને વૃદ્ધો અને બાળકોમાં વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા થોડા સમયથી અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો છે. જેના લીધે ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે. જ્યારે હવે એક રાહતની વાત છે કે, વાતાવરણ વાદળછાયું બનશે પણ વરસાદ સંભાવનાઓ જોવા મળી રહી નથી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે