GujaratNews

ગુજરાતમાં પેપરકાંડ નો સિલસિલો યથાવત, પરીક્ષાના બે દિવસ પહેલા જ સંપુર્ણ સોલ્વ પેપર થયું વાયરલ

હાલ ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પેપર લેવાય તેના બે દિવસ પહેલા જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્યમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં વધુ એક પેપર ફૂટવાની ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું છે. જે રાજ્યભરમાં શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષાનું સોલ્વ કરેલું પેપર પરીક્ષા લેવામાં આવતા પહેલા જ Youtube પર અપલોડ કરી દેવામાં આવ્યું છે જેના કારણે આ પેપર હાલમાં સોશ્યિલ મોડિયામાં વાયરલ થવા લાગ્યું છે, જેના કારણે એકબાદ એક પેપર ફૂટવાના કેસને લઈને હાલમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

આ મામલે સમગ્ર રાજ્યમાં વાલીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. આવા કૌભાંડીઓને આકરી સજા કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરાઈ છે. જે ફરી એકવાર આવો જ બનાવ સામે આવતા હાલમાં આ પરીક્ષા મામલે સવાલ ઉઠી રહ્યા છે. જે ધોરણ-12ની આજે લેવાનારી વાણિજ્ય વ્યવસ્થાનું પેપર એક દિવસ પહેલા જ આ યુટ્યુબ ચેનલો ચેનલો પર અપલોડ થઈ ગયું છે. ગુજરાતની પરીક્ષા વ્યવસ્થા પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી માહિતી અનુસાર સોશ્યિલ મીડિયા પર વાણીજ્ય વ્યવસ્થાના પેપર ઉપરાંત ભૂગોળ, સમાજ શાસ્ત્રના પેપર પણ લીક થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે સોશ્યિલ મીડિયા પર વાયરલ થતા જ એકબાદ એક એક ડિલીટ પણ થયા છે. અને ખુદ નવનીત પ્રકાશન દ્વારા આ પેપર લીક થયું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેની સામે નવનીત પરીક્ષા પેપર્સ નેટવર્ક તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ