Gujarat

શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત : ગુજરાતમાં આ તારીખથી ફરીથી સ્કૂલો ખુલશે

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર હવે શાંત છે. કેમ કે ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસો પહેલા 20 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા હતા. હવે તે સાત હજારની અંદર આવી ગયા છે. જ્યારે તે રાહતની વાત છે. જ્યારે રાજયમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ વધ્યો ત્યારે સ્કૂલોમાં કોરોનાનો કહેર પ્રસરી ગયો હતો.

તેની સાથે શાળાઓમાં અનેક વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત પણ થયા હતા જેના લીધે સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે હવે કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા તેને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા ફરીથી શાળાઓને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 1 થી 9 નું શિક્ષણ ફરીથી ચાલુ કરવામાં આવશે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ બાબતમાં ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સોમવારથી એટલે કે ૦૭/૦૨/૨૦૨૨ થી રાજ્યમાં ઓફલાઇન વર્ગો શરૂ કરી શકાશે. તેમને વધુમાં એ પણ જણાવ્યું છે કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને હવે શાળાઓ પરથી પણ નિયંત્રણો ઘટાડવામાં આવી રહ્યા છે. ખાનગી શાળા સંચાલકો અને અન્ય મંડળો દ્વારા શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે વારંવાર રજુઆતો કરી છે.

ગુજરાત સરકાર દ્વારા હવે પછી શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન શિક્ષણની નકારાત્મક અસરો અંગે વાલીઓ પણ ચિંતિત હતા. તેની સાથે હવે રાજ્યમાં કોરોનાના લીધે લાગેલા શિક્ષણ પરના પ્રતિબંધોને દૂર કરી દેવામાં આવ્યા છે. આ અગાઉ સરકાર સમક્ષ ખાનગી શાળા સંચાલકો દ્વારા શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે હવે સરકાર દ્વારા ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.