રાજ્યમાં આજથી ચાર દિવસ પડશે કાતિલ ઠંડી, આ શહેરોમાં રહેશે સૌથી વધુ ઠંડી…..
રાજ્યમાં સતત કમોસમી વરસાદની વચ્ચે ઠંડીએ જોર પકડ્યું છે. જ્યારે આજે કંઇક એવા જ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન મુજબ આગાહી કરવામાં આવી છે કે 24 જાન્યુઆરી એટલે આજથી 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર વધશે.
હવામાન મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનું જોર વધશે. તેની સાથે રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાશે. તેના લીધે ઠંડીનું જોર વધુ જોવા મળશે. તેની સાથે ઠંડીનો અહેસાસ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. જ્યારે હવામાન વિભાગે આજથી રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. જ્યારે 25 મી જાન્યુઆરીના રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાનો ઠંડીનું જોર વધશે. તેની સાથે ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઝ અને કચ્છ જિલ્લામાં 25 તારીખના રોજ હાડ થીજવતી જોવા મળશે.
જયારે 10 વર્ષ બાદ અમદાવાદમાં 7 ડિગ્રીથી ઓછું તાપમાન પણ નોંધાઈ શકે છે. આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ સર્જાતા ઠંડીનું પ્રમાણ વધારો જોવા મળશે. આ સિવાય અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લામાં ઠંડીનું જોર વધશે.