Gajlaxmi Rajyog : દેવગુરુ બૃહસ્પતિ વર્ષમાં એકવાર રાશિ બદલી નાખે છે. આવી સ્થિતિમાં, તેમને કોઈપણ એક રાશિમાં પાછા ફરવા માટે 12 વર્ષનો સમય લાગે છે. તે તાજેતરમાં 22મી એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશી ચુક્યા (jupiter transit) છે. આ ગોચર ઘણી રીતે મહત્વપૂર્ણ છે અને તે તમામ 12 રાશિઓને અસર કરશે. મેષ રાશિમાં તેમના ગોચરથી અહીં ગજલક્ષ્મી યોગ પણ બની રહ્યો છે. આ યોગ જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મિથુન: ગજલક્ષ્મી યોગના કારણે મિથુન રાશિના લોકો પર મા લક્ષ્કીની કૃપા બની રહેશે. આ દરમિયાન આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નોકરીમાં સકારાત્મક પરિણામ મળશે અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. જે કામો અત્યાર સુધી બંધ હતા તે હવે પૂર્ણ થવા લાગશે.
કન્યા:કન્યા રાશિના લોકો માટે ગજલક્ષ્મી રાજયોગ લાભદાયક રહેશે. આ દરમિયાન વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. સામાજિક સન્માનમાં વધારો થશે. નોકરી અને વ્યવસાયમાં તમને ઈચ્છિત પરિણામ મળશે. શિક્ષણ ક્ષેત્રે લોકોને સફળતા મળશે.
તુલા:તુલા રાશિના જાતકો માટે આ સંક્રમણ સુખદ પરિણામ લઈને આવ્યું છે. ગજલક્ષ્મી રાજયોગથી આ રાશિના જાતકોના તમામ અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે. આ દરમિયાન તમે જે પણ કામમાં હાથ લગાડશો તેમાં તમને સફળતા મળશે. યોગની અસરને કારણે ક્યાંયથી પણ અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોને લઈને આવ્યા માઠા સમાચાર, સર્જાય શકે છે મોટી હોનારત
મીન:ગુરુ એ મીન રાશિમાંથી મેષ રાશિમાં સંક્રમણ કર્યું છે. જો કે આ રાશિના લોકોને પણ ગજલક્ષ્મી રાજયોગનો લાભ મળતો જણાય છે. આ દરમિયાન આર્થિક લાભના કારણે સ્થિતિ મજબૂત થશે. કરિયરમાં ઉન્નતિની તકો મળશે. નોકરીમાં ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનના ચાન્સ પણ બની રહ્યા છે.
આ પણ વાંચો: 16 કરોડના ઈન્જેક્શન માટે 1.5 વર્ષ સુધી માસૂમે રાહ જોઈ, આખરે જિંદગીની લડાઈ હારી ગયો
આ પણ વાંચો: સેલ્ફી લેવી ભારે પડી, અમદાવાદના બે યુવકોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત