GujaratIndiaNewsRajkot

હાશ, રાજકોટમાં મોટી દુર્ઘટના અટકી,રાજકોટની માધાપર ચોકડી પાસે બે મજૂરને ઈજા, વાહન ચાલકોના જીવ પણ હતા જોખમમાં, જાણો આ સમગ્ર મામલો

રાજયમાં ઓવરબ્રિજ ઘણીવાર ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવતી રહે છે,થોડાક સમય પહેલા અમદાવાદમાં પણ આવી ઘટના બની હતી,આવું થતા લોકોના મનમાં ઘણા સવાલો સામે આવી રહ્યા છે.રાજકોટની માધાપર ચોકડી પાસે મોડીરાત્રે ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નમીને ધરાશાયી થયું હતું.

આ ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે ૪ થી ૫ વાગ્યે આ બનાવ બન્યો હતો.જો કે,બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઈવે પર હજારોની સંખ્યામાં વાહનોની અવર-જવર થતી હોય છે.

પરંતુ સારા સમાચાર એ છે કે મોટી દુર્ઘટના બની નથી.મળતી માહિતી મુજબ જણાવીએ તો બે મજૂરને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

આ નવા બનતા બ્રિજની બાજુમાંથી ઘણા વાહનો પસાર થાય છે પણ સારું થયું કે એ બાજુ ઓવરબ્રિજ ન નમ્યો,નહીં તો મોટી દુર્ઘટના બની શકે તેમ હતી.લોકો અનેક સવાલો કરી રહ્યા છે કે આવા નવા બનતા ઓવરબ્રિજનું બાંધકામ ધરાશાયી થતા ક્યારે અટકશે !