GandhinagarGujarat

બિનસચિવાલયના ઉમેદવારો સાથે હાર્દિક પટેલ ઉપવાસ પર બેઠા: હાર્દિક હાય હાય કરવાવાળા ઉમેદવારો હાર્દિક ભાઈ ભાઈ કરવા લાગ્યા

ગઈકાલે પ્રદીપસિંહ જાડેજાએ બિનસચિવાલય પરીક્ષા મામલે સીટની રચના કરવાનું જાહેર કર્યું હતું ત્યારે તેમની સાથે પ્રેસ કોન્ફરન્સમાં આંદોલનના નેતા યુવરાજસિંહ પણ હાજર હતા.બાદમાં તેઓએ નાટ્યાત્મક રીતે પાર્ટી બદલતા જ આદનોલાન કરતા વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા હતા.યુવરાજસિંહ રાત્રે આંદોલન કરતા ઉમેદવારોને મળ્યા વગર જ પોલીસ ની ગાડીમાં જતો રહ્યો હતો તેવો વિડીયો પણ વાઇરલ થયો છે.

બાદમાં યુવાનો રોષે ભરાયા હતા અને યુવરાજસિંહનો ભારે વિરોધ કર્યો હતો.જો કે ગઈકાલે સવારે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સમર્થન આપવા પહોંચ્યા તો તેમણે હાર્દિક ગો બેકના નારા લાગયા હતા પણ સાંજે પાર્ટી બદલાતા જ યુવાઓ ગુસ્સે ભરાયા અને યુવરાજસિંહ ને આડેહાથ લીધા હતા. ગઈકાલે મોડીરાત્રે હાર્દિક પટેલ યુવાનોને મળવા પહોંચ્યો હતો જયારે આઇજે પણ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી યુવાનો સાથે ઉપવાસ પર બેઠા હતા.

યુવાનો કહે છે કે પરીક્ષા રદ્દ કરો એજ અમારી માંગ છે.યુવાનોએ કહ્યું કે યુવરાજસિંહ કહ્યું હતું કે, પરીક્ષા રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન બંધ નહીં થાય અને કોઈ અહીંથી હટશે નહીં પણ યુવરાજસિંહ ખુદ સીટની રચના થઈ ત્યારે બારોબાર યુવાનોને મળ્યા વગર જતા રહ્યા.

મેવાણીએ ઉમેદવારોને જણાવ્યું કે પરીક્ષા રદ્દ કરવાની સાથે ફિક્સ પગાર પદ્ધતિ પણ હટાવવી પડશે. જો કે ઉમેદવારો હવે સરકારનું માનવ તૈયાર નથી ત્યારે પ્રદીપસિંહ જાડેજા એ આજે ફરી કહ્યું કે કોઈ પણ યુવાનને અન્યાય નહીં થાય.હાલ યુવાનોને સમર્થન આપવા ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે પરેશ ધાનાણી એ યુવાનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી.