AhmedabadBjpGujaratHardik PatelPolitics
Trending

દેશમાં CAA ના વિરોધને લઈને હાર્દિક પટેલે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ, જાણો

CAA નાગરિકતા સુધારા બિલને લઈને દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે. દિલ્હી,લખનૌ સહીત ગઈકાલે અમદાવાદ અને આજે વડોદરામાં હિંસક પ્રદર્શન થયું હતું. પોલીસ પર પથ્થરમારો થતા અનેક પોલીસ જવાનો ઘાયલ થયા હતા. આ પ્રદર્શનો માટે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે.

હાર્દિક પટેલે કહ્યું કે આંદોલનને હિંદુ-મુસ્લિમ તોફાનોમાં ફેરવાઈ રહ્યું છે.હાર્દિક પટેલે પોતાના પેજ પર લખ્યું છે કે ગુજરાત, દિલ્હી, બંગાળ, ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતા જ તોફાનો ફેલાવી રહ્યા છે. ભાજપ જ ઈચ્છે છે કે દેશમાં આંદોલન થાય અને આંદોલનને હિંદુ-મુસ્લિમના તોફાનોમાં ફેરવી દેવામાં આવે. દેશમાં બેરોજગારી, ખેડૂત, અર્થવ્યવસ્થા, શિક્ષણ જેવા મુદ્દાથી લોકોને ભટકાવવા પ્રયાસ થઇ રહયા છે.

ગઈકાલે અમદાવાદ અને આજે વડોદરામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જે બાદ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટર ને ઉશ્કેરણીજનક ફેસબુક પોસ્ટ માટે ધરપકડ કરવામાં આવી છે.પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આખરે અમદાવાદમાં થયેલ તોફાન પાછળ કોનો હાથ હતો.