AhmedabadGujarat

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની વિરમગામથી ધરપકડ, 24 તારીખ સુધી જેલમાં મોકલવાનો કોર્ટે આદેશ કર્યો

ગુજરાત કોંગ્રેસના નેતા અને પાટીદાર આંદોલન નેતા હાર્દિક પેટેલની ધરપકડ કરાવમાં આવી છે.રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહેતા તેની ધરપકડ કરવામાં આવી છે. ગેરહાજર રહીને કાનૂની કામગીરીમાં વિલંબના કારણે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ પકડ વોરંટ બહાર પાડ્યું હતું. બાદમાં સાયબર ક્રાઇમે વિરમગામ પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. કોર્ટે વોરંટ કાઢતા જણાવ્યું છે કે હાઇકોર્ટે જામીન આપતી વખતે શરત મૂકી હતી કે મુદતમાં નિયમિત હાજર રહેવું પડશે.જો કે હાર્દિક તેનું પાલન કરતો નથી.

શનિવારે આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યો હતો અને વકીલે વધુ મુદ્દત માંગી હતી જેનો વિરોધ કરતા સરકારી વકીલે આરોપી કેસ લંબાવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આરોપી જામીન વખતે આપેલી શરતોનો ભંગ કરી રહ્યા છે આથી આરોપી સામે પકડ વોરંટ કાઢવામાં આવે.

હાર્દિકને ધરપકડ બાદ જજના ઘરે રજૂ કરવામાં આવ્યો હતો.જજ દ્વારા હાર્દિક પટેલને 24મી જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. ઉલ્લ્લેખનીય છે કે 2016માં પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો જે મામલે હાર્દિક કોર્ટને સહયોગ ન આપતા હવે તેની ધરપકડ કરવામાં આવી છે.