અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર 20 જુલાઈના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે ૨૦ લોકો જેટલા ઈજાગ્રસ્ત પણ થયા હતા. તેની સાથે આ અકસ્માતનો આરોપી તથ્ય પટેલને પોલીસ દ્વારા ગઈકાલના કોર્ટમાં રજુ કરીને તેના રિમાન્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે હવે આ કેસને લઈને મૃતકોના પરિવાજનો દ્વારા સતત ન્યાયની માંગણી પણ કરવામાં આવી રહી છે. આ મામલાને લઈને ઇસ્કોન બ્રીજ અકસ્માત બાબતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, આજે અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના દ્વારા ઇસ્કોન બ્રિજ અકસ્માત અંગે એક મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત એક દુઃખદ ઘટના છે. આ ઘટનાના આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. મેં અગાઉ જણાવ્યું હતું કે, આ ઘટનામાં માત્ર સાત દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી લેવામાં આવશે. ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ઝડપથી કેવી રીતે ચાલે તે માટેની કામગીરી હાલ ચાલી રહી છે. તમામ પ્રકારના રિકન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરાઈ છે. FSL અને RTO ના મહત્વના રિપોર્ટ્સ પણ આવી ગયા છે.
આ સાથે વધુમાં તેમને જણાવ્યું કે, હું સ્પષ્ટ શબ્દોમાં જણાવવા છું કે, આ કેસ અમારા માટે નોર્મલ કેસ રહેલ નથી, આ કેસ અમારા માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ મોસ્ટ સિરિયસ કેસ રહેલો છે. આ ઘટનામાં સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના ઘરમાં પણ ત્રણ દીકરાઓએ જીવ ગુમાવ્યો છે જ્યારે રાજ્યના ઘણા પરિવાર દ્વારા પોતાના દીકરા ગુમાવવામાં આવ્યા છે. આ મામલામાં આરોપીઓને કોઇપણ પ્રકારની છૂટછાટ અપાશે નહીં. રાજ્ય સરકાર આ ઘટનાને ગંભીર છે.