health

હાથ-પગ, ઘૂંટણ, કમર, વા અને સાંધાના દુખાવા દૂર કરવા આ તેલ ઘરે જ બનાવો, આ માહિતીથી તમે અજાણ હશો,

નમસ્કાર મિત્રો,આજે અમે તમારી જોડે ખૂબ જ સારી એવી માહિતી શેર કરીશું, જે મોટે ભાગે દરેકને ઉપયોગી બનશે.આપણે જોઈએ તો ઘૂંટણ,કમર,હાથ-પગ,વા અને સાંધાના દુખાવા આ બધા માટે ઉપયોગી બને એ આશયે અમે તમારી જોડે આ માહિતી શેર કરીશું,તો ચાલો જાણીએ.આ બધા દુખાવા દૂર કરવા એક તેલ બનાવવાનું છે,જે ધતૂરાનું તેલ છે.

ધતૂરો એક ઝેરી વનસ્પતિ છે એટ્લે આપણે બાહ્ય ઉપયોગો વિશે જ જાણીશું.સૌથી પહેલા ધતૂરાના કાંટાવાળા 3-4 બીજ લો, મિત્રો જો તમને ધતૂરાનો છોડ અથવા ધતૂરાના આ બીજ ન મળે તો તમે કોઈપણ ગાંધીની દુકાને જઇ તમને આ પાવડર અથવા તેના બીજ મળી રહેશે.આ સાથે તમારે સરસવ અથવા તલનું 250 ગ્રામ જેટલું તેલ લેવું.

ત્યારબાદ ધતૂરાના બીજને છરી વડે ચાર ભાગ કરી તેની અંદરથી બદામી કલરના બીજ અલગ કરો.ત્યારબાદ જે ઉપરની છાલ જે તેના ટુકડા કરો.હવે તમારે સરસવ થવા તલના તેલમાં અલગ કરેલા બીજ અને ટુકડા કરેલ ઉપરની છાલ પણ તેલમાં ઉમેરો.ત્યારબાદ ધીમા તાપે 5-10 મિનિટ માટે ગરમ કરો.ત્યારબાદ આ તેલ નવશેકું રહે એ રીતે ગાળી કોઈ બોટલમાં ભરી દો.

પછી રાત્રે જ્યારે આ તેલનો ઉપયોગ કરો એ પહેલા થોડુક નવશેકું કરી જે ભાગમાં દુખાવો થતો હોય ત્યાં આ તેલની માલિશ કરો.પછી કોટનનું કપડું બાંધી રાત્રે સૂઈ જાઓ.આ રીતે ઉપયોગ કરવાથી શરીરમાં થતા દુખાવા દૂર થાય છે.હા મિત્રો, હજારોમાં એકાદ માણસને કદાચ રિએક્શણ આવી શકે છે,જેને પિત્તની પ્રકૃતિ હોય છે.એમાં બીજું કઈ નહીં પરંતુ ચામડી થોડીક લાલ થાય છે.

નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવો.અમારી આ માહિતી પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.