Ajab GajabIndia

હાથણીનું દૂધ પીવા માંગતી હતી બાળકી, પકડી લીધા હાથણીના આંચળ અને પછી…

વાત એમ છે કે મીડિયા પર હમણાં એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક નાની બાળકી હાથણી પાસે ઊભી છે અને તે હાથણીનું દૂધ પીવા માંગે છે. આની માટે તે હાથણીની નીચે તેના આંચળ પાસે જાય છે. પછી તે હાથણીના આંચળ પકડીને તેનું દૂધ પીવા માટે પરમીશન માંગે છે.

હાથી પણ નાની છોકરીને તેનું દૂધ પીવા દે છે. આ પછી છોકરી હાથીનું આંચળ પકડીને દૂધ પીવે છે. આ આખું દ્રશ્ય જોઈને ખૂબ જ આનંદ થાય છે. આ જોઈને લાગે છે કે બાળક અને પ્રાણી વચ્ચે પ્રેમભર્યો સંબંધ સ્થાપિત થઈ શકે છે. હાથીએ નાની છોકરીને પોતાનું બાળક માનીને તેને પીળું દૂધ આપ્યું.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ છોકરી આસામના ગોલાઘાટ જિલ્લામાં રહે છે. આ છોકરીનું નામ હર્ષિતા બોરા છે. તેની ઉંમર માત્ર 3 વર્ષની છે. હર્ષિતાને તેના આંગણામાં બાંધેલા હાથી સાથે રમવાનું અને તેનું દૂધ પીવું ગમે છે. છોકરી હાથીને પ્રેમથી ‘બીનુ’ કહીને બોલાવે છે.

આ વિડીયો જોઈને લોકો ઘણીબધી અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, ‘ખૂબ સુંદર દ્રશ્ય છે’ તો કોઈએ કહ્યું કે, ‘વ્યક્તિ અને જાનવર વચ્ચેનો અદ્ભુત પ્રેમ’ જો કે અમુક લોકોએ બાળકીની સેફટી વિષે પણ સવાલ ઉઠાવ્યા હતા. એક વ્યક્તિએ લખ્યું હતું કે, ‘આ વાસ્તુ બાળકી માટે સેફ નથી. હાથણી ભૂલથી બાળકીને નુકશાન કરી શકે છે.’

આ વીડિયો એવા સમયે વાયરલ થઈ રહ્યો છે જ્યારે આસામના વિવિધ જિલ્લાઓમાં માનવ-પ્રાણી સંઘર્ષ, ખાસ કરીને માનવ-હાથી સંઘર્ષ સમાચારમાં છે. એક સત્તાવાર રેકોર્ડ મુજબ, 2021માં હાથીઓના હુમલાને કારણે લગભગ 100 લોકોના મોત થયા છે.આસામમાં, 71 હાથીઓ “આકસ્મિક” મૃત્યુમાં મૃત્યુ પામ્યા હતા, જેમાં વીજળીનો કરંટ, ઝેરી અસર, ઝડપી ટ્રેનની અડફેટે આવવાથી, અને તળાવો અને ખાડાઓમાં અથવા વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા. સારું, આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે?