Gujarat

અમદાવાદ સહિત રાજ્યના આ વિસ્તારોમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી..

રાજ્ય સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની મહામારીથી પીડાઈ રહ્યો છે. કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે પબ્લિક સહિત સરકાર પણ આ મોટી મહામારી સામે જજૂમી રહી છે સરકારને પણ કોરોનાના લીધે મોટો આર્થિક ફટકો પડ્યો છે. અહી ઉલ્લેખનીય છે કે કોરોનાના પગલે સમગ્ર દેશભરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.

તો બીજી બાજુ આ દરમિયાન અમદાવાદમાં વહેલી સવારે વાતાવરણમાં સામાન્ય પલટો જોવા મળ્યો હતો.તમને જણાવી દઈએ કે વાદળછાયા વાતાવરણના કારણે અમદાવાદીઓને બફારાનો અનુભવ થયો છે.તમને જણાવી દઈએ કે આ વચ્ચે જ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ એ અનુસાર આજથી રાજ્યના અમદાવાદ સહિત કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે તંત્ર હરકતમાં આવી ગયું છે અને માછીમારોને આવનારા પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તમને જણાવી દઈએ કે 28 થી 31 મે દરમિયાન આ બંને ઝોનમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ ધ્વારા વ્યક્ત કરવામાં આવી છે.અહી ઉલ્લેખનીય છે કે 1 થી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ રહ્યું છે. એનું તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ તમને એ પણ જણાવી દઈએ કે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.હવામાનમાં પલટાના લીધે વહેલી સવારે જ કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા. હવામાન વિભાગની કરેલ આગાહી બાદ વાતાવરણમાં આ પલટો આવ્યો છે.

તમને જણાવી દઈએ કે હજુ ચોમાસાની શરૂઆત થઇ નથી છતાં પણ રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો છે.ત્યારે જ આ દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પણ મોસમે પોતાનો મિજાજ બદલ્યો.તો કેટલાક તાલુકામાં ધીમી ધારે વરસાદ પણ વરસ્યો છે.અનાચક જ આમ વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

તો બીજી બાજુ તમને એ પણ જણાવી દઈએ કે સાપુતારામાં આજે એકાએક જ ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું છે.ગિરિકન્દ્રામાં ધુમ્મસની ખૂબસૂરત ચાદર પથરાયેલી જોવા મળી હતી અને.ઠંડીના ચમકારા સાથે અહીયા આહલાદક નજારો પણ જોવા મળ્યો હતો.સાથેજ વાતાવરણમાં ફેરબદલી આવતા જ પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે જ વાવાઝોડાની ચેતાવણીને લઈને પોરબંદર પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે.અહી ઉલ્લેખનીય છે કે વાવાઝોડાની આગાહીને પગલે સમુદ્ર વિસ્તારની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે.