એકબાજુ રાજ્ય સહિત આખો દેશ કોરોનાની મહામારીથી પીડાઈ રહ્યો છે જેને પગલે રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.તો આ જ દરમિયાન હવામાન વિભાગે આગાહી વરસાદ અને ચોમાસા અંગે આગાહી વ્યક્ત કરી છે. આગાહી કરતાં હવામાન વિભાગે જણાવ્યુ છે કે, દેશમાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં 1 જૂનથી ચોમાસું બેસી જવાની પ્રબળ સંભાવના છે. વધુમાં હવામાન વિભાગ ધ્વારા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ-પૂર્વ અને મધ્ય અરબી સમુદ્રમાં 31મી મેએ લો-પ્રેશર સર્જાશે.
અહી ઉલ્લેખનીય છે કે દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ચોમાસું વહેલું આવ્યું છે, અને આમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં દક્ષિણ અને આંદામાન સમુદ્ર અને આંદામાન તથા નિકોબારમાં વરસાદ થયો છે. આ સાથે જ અહીંના આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ચોમાસું વહેલું બેસવાની સંભાવના હવામાન વિભાગ ધ્વારા વ્યક્ત કરાઈ છે.
સાથે સાથે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે પશ્ચિમ મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉભું થવાની શક્યતાઓ વચ્ચે જ પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં લો-પ્રેશર બન્યું છે અને આના સંબંધિત સાઈક્લોનિક જ સર્ક્યુલેશન મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તર પર પહોંચી શકે છે.
હવામાન વિભાગે એમના રિપોર્ટમાં જણાવ્યુ એ અનુસાર વાત કરીએ તો આવનારા 48 કલાકમાં એક જ ક્ષેત્રમાં કેંદ્રિત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે તેવી ખૂબ જ ઓછી શક્યતાઓ દેખાઈ રહી છે, ભારતીય હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે આગામી 72 કલાકમાં ઉત્તર-પશ્ચિમ તરફ દક્ષિણ ઓમાન અને પૂર્વ યમનના દરિયા કિનારા તરફ જઇ શકે છે.
હવામાન વિભાગે અગાઉ આગાહી અંગે વધુ વાત કરીએ તો તેમણે જણાવ્યું હતું કે, ચોમાસું 6 જુને પહોંચી શકે છે અને આ સાથે સાથે તેમાં 4 દિવસ વધારે કે ઓછા થવાની શક્યતા પણ એવું હવામાન વિભાગ ધ્વારા કહેવામા આવ્યું છે.અહી મહત્વની વાત એ છે કે, ગુજરાત તરફ જે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું હતું તેમાં હવે મોટી રાહત મળી શકે છે. તો બીજી બાજુ આ સાથે જ ગુજરાત રાજ્યના હવામાન વિભાગના વડા એવા જયંત સરકારે પણ વરસાદની આગાહી સાથે જ માછીમારોને સુરક્ષિત રહેવા માટે સૂચન પણ કર્યું હતું.